BREAKING NEWS

જ મેન્સના પરિણામમાં મોદી સ્કૂલના ચાર વિદ્યાર્થીઓ ટોપ-૫૦૦માં

  • April 21, 2026 08:53 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

રાજકોટ : જી મેન્સ ૨૦૨૬ના જાહેર થયેલ પરિણામોમાં આશરે કુલ ૧૬,૦૪,૦૦૦થી વધુ વિદ્યાર્થીઓમાં એર ટોપ ૫૦૦માં ૪-૪ વિદ્યાર્થીઓએ સ્થાન મેળવી મોદી શાળાનું ગૌરવ વધારેલ છે. મોદી સ્કૂલના વિદ્યાર્થી જાડેજા મોક્ષરાજસિંહ ૯૯.૯૯ પીઆર સાથે એર-૧૫૨, મોદી જાગૃત ૯૯.૯૯ પીઆર સાથે એર-૨૦૬, સરધારા જય -૯૯.૯૯ પીઆર સાથે એર-૨૧૦, રૈયાણી -ભવ્ય ૯૯.૯૮ પીઆર સાથે એર-૩૮૭સાથે ઝળહળતું પરિણામ મેળવેલ છે.




આ ઉપરાંત ટોપ-૧૦૦માં સીદપરા સ્મીત ૯૯.૯૬ પીઆર સાથે એર ૬૭૦ તથા સાધરીયા સુજલ ૯૯.૯૬ પીઆર સાથે એર ૬૭૮ મેળવી મોદી સ્કૂલના કુલ ૬-૬ વિદ્યાર્થીઓએ ટોપ-૧૦૦૦માં સ્થાન મેળવેલ છે. આ ઉપરાંત ૯૯થી વધુ પીઆર કે તેથી વધુ ૭૪ વિદ્યાર્થીઓ, ૯૮થી વધુ પીઆર કે તેથી વધુ ૧૩૦ વિદ્યાર્થીઓ, ૯૭થી વધુ પીઆર ૧૮૮ વિદ્યાર્થીઓ, ૯૫થી વધુ પીઆર કે તેથી વધુ ૨૭૬ વિદ્યાર્થીઓએ પરિણામ મેળવી સૌરાષ્ટ્ર કચ્છની તમામ સ્કુલ તથા કોચીંગ કરતા શ્રેષ્ઠ પરિણામો મેળવી મોદી સ્કૂલના વિદ્યાર્થીઓએ સાબિત કર્યું છે કે નેશનલ લેવલની પરીક્ષાઓમાં સૌરાષ્ટ્રના વિદ્યાર્થીઓ રાષ્ટ્રીય ફલક પર ટોચનું પરિણામ મેળવી શકે છે. મોદી સ્કુલના સંસ્થાપક ડો. આર.પી.મોદીએ આ સફળતા અંગે જણાવ્યું કે અમો ૩૮ વર્ષથી સૌરાષ્ટ્રના વિદ્યાર્થીઓની શિક્ષણ પધ્ધતિ, ઘરના વાતાવરણ તથા તેઓના એજયુકેશન કલ્ચરને સમજીએ છીએ. જેના કારણે શ્રેષ્ઠ પરિણામો શકય બને છે. હાલમાં નીટ, જેઈઈ, (મેઈન+એડવાન્સ) તથા ફાઉન્ડેશન ધોરણ ૬થી ૧૦ માટે ૧૨ નીટીયન્સ, ૬-આઇઆઇટીયન્સ ૪ ડોક્ટર્સ સાથે કુલ ૯૪થી વધુ ફેકલ્ટીની મોટી ટીમ કાર્યરત છે. જેમાના ૪૪થી વધુ ફેકલ્ટી તો આઉટ સ્ટેટના છે. ગુજરાત અને આઉટસ્ટેટ ફેકલ્ટીની ટીમ તથા મોદી સ્કૂલ મેનેજમેન્ટની સૌરાષ્ટ્રની સાયન્સના વિદ્યાર્થીઓના માનસપટને સમજવાની ક્ષમતાના કારણે આવા શ્રેષ્ઠ પરિણામો મોદી સ્કૂલ મેળવી રહી છે.





લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application
Recent News