સુપ્રીમ કોર્ટે અરવલ્લી પહાડી વિસ્તારમાં ખનન મામલે ટકોર કરતા કહ્યું છે કે કોર્ટના આગળના આદેશ વિના રાજસ્થાન, દિલ્હી, હરિયાણા અને ગુજરાતને ખનન માટે અંતિમ પરવાનગી આપવાનો અધિકાર રહેશે નહીં. એક કેસની સુનાવણી દરમિયાન કોર્ટે કહ્યું કે અરવલીની સુરક્ષા કરવી જરી છે.કોર્ટે સ્પષ્ટ્ર કયુ કે પહેલાથી જ માન્ય પરમિટ અને લાયસન્સના આધારે ચાલી રહેલી ખાણકામની ગતિવિધિઓને રોકવામાં આવી રહી નથી.
જસ્ટિસ બીઆર ગવઈ અને જસ્ટિસ અભય ઓકાની બેન્ચે કહ્યું કે, સુપ્રીમ કોર્ટના આ આદેશને કાયદેસર ખાણકામ પ્રવૃત્તિઓ પર પ્રતિબધં તરીકે જોવામાં આવશે નહીં. બેન્ચે સ્પષ્ટ્રતા કરી હતી કે આ આદેશ માત્ર અરવલ્લીની પહાડીઓ અને તેની રેન્જમાં ખાણકામ પૂરતો મર્યાદિત છે. કોર્ટે કહ્યું કે આગળના આદેશો સુધી તમામ રાયો માઇનિંગ લીઝ માટેની અરજીઓ પર વિચાર કરવા અને નવીકરણની પ્રક્રિયા શ કરવા માટે સ્વતત્રં હશે. અરવલ્લી પહાડીઓમાં ખાણકામ પર પ્રતિબધં અંગે ફોરેસ્ટ સર્વે ઓફ ઈન્ડિયાના અહેવાલમાં જે કહેવામાં આવ્યું છે તેના આધારે કોઈ અંતિમ પરવાનગી આપવામાં આવશે નહીં
રાજયોની સામૂહિક જવાબદારી
સેન્ટ્રલ એમ્પાવર્ડ કમિટી એ કોર્ટમાં રિપોર્ટ રજૂ કર્યેા હતો અને રાજસ્થાનમાં થયેલા ગેરકાયદેસર ખાણકામની જિલ્લાવાર વિગતો પણ આપી હતી. રિપોર્ટ જોયા પછી, કોર્ટે કહ્યું કે, અરવલ્લી પહાડીઓમાં ખાણકામની પ્રવૃત્તિઓના મુદ્દાને પર્યાવરણ, વન અને આબોહવા પરિવર્તન મંત્રાલય તેમજ દિલ્હી, રાજસ્થાન, હરિયાણા અને ગુજરાત દ્રારા સંયુકત રીતે સંબોધિત કરવાની જરૂર છે.
કમિટીની રચના કરવા આદેશ, બે મહિનામાં રિપોર્ટ આપશે
ખંડપીઠે અરવલીમાં ગેરકાયદેસર ખનન અંગે સમિતિની રચના કરવાનો આદેશ આપ્યો હતો. આ કમિટી બે મહિનામાં રિપોર્ટ આપશે. ખંડપીઠે કહ્યું કે ખાણકામ પર સંપૂર્ણ પ્રતિબધં પણ પર્યાવરણને અનુકૂળ નથી. આ ગેરકાયદેસર ખાણકામને પ્રોત્સાહન આપશે. કોર્ટે કહ્યું કે આ કેસમાં વધુ સુનાવણી ઓગસ્ટ મહિનામાં હાથ ધરવામાં આવશે
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationપોરબંદર જિલ્લામાં શિયાળાના પગરવ
November 08, 2024 01:27 PMજામનગરમાં આજે જલારામ જયંતિ નિમિતે લોહાણા સમાજનું ભવ્ય નાતજમણ: આરતી
November 08, 2024 01:26 PMસોની વેપારીના અપહરણ - ખંડણીના ગુન્હામાં પાંચ ઇસમો ઝબ્બે
November 08, 2024 01:26 PMબોખીરાની આવાસ યોજનામાં બનાવાયેલી શાકમાર્કેટ અત્યંત બિસ્માર હાલતમાં
November 08, 2024 01:25 PMયાત્રાધામ માધવપુર પર્યટકો માટે બન્યુ હોટ ફેવરીટ
November 08, 2024 01:24 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech