જામનગરમાં ઘોડીપાસા ખેલતા ચાર શખ્સ આબાદ ઝડપાયા

  • December 07, 2023 01:19 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

જોડીયામાં પાંચ પત્તા પ્રેમીઓ પકડાયા : બંને દરોડામાં કુલ ૨૨ હજારની મત્તા કબ્જે

જામનગરના ખાઇ ફળી પાસે જાહેરમાં ઘોડીપાસાનો જુગાર રમતા ચાર શખ્સોને ૧૨ હજારની મતા સાથે પકડી લેવાયા હતા, જયારે જોડીયાના દલીતવાસમાં તિનપતીનો જુગાર રમતા પાંચ પોલીસની પકકડમાં આવ્યા હતા, તેની પાસેથી ૧૦ હજારની રોકડ અને પત્તા કબ્જે લેવાયા હતા.
જામનગરના ખાઇ ફળી રોડ, મેઘવારવાસ સામેની ગલીમાં જાહેરમાં ઘોડીપાસાનો જુગાર રમતા ખાઇ ફળીના તોફીક અબ્દુલ દેખાન, મીણાદાતાર પાસે રહેતા નુર આબેદીન બ્લોચ, બંગલાવાડી પાસે રહેતા હૈદર ગફાર સૈયદ નાગાણી અને ભાનુશાળીવાડના હારુન મહમદખાન પઠાણ નામના શખ્સોને સીટી-એ પોલીસે દરોડા દરમ્યાન રોકડા ૧૨૨૦૦ સાથે દબોચી લીધા હતા.
બીજા દરોડામાં જોડીયાના દલિત વાસ વિસ્તારમાં કેટલાક લોકો એકત્ર થઈને ગંજીપાના વડે જુગાર રમી રહ્યા છે, તેવી બાતમીના આધારે જોડિયા પોલીસે દરોડો પાડયો હતો, અને જાહેરમાં ગંજીપાના વડે જુગાર રમી રહેલા નાનોવાસમાં રહેતા અસગર ઈલીયાસભાઈ સન્ના, જેન્તીલાલ ઉર્ફે કેશુ મોહનભાઈ પરમાર, હુસેન કાસમ છેર, મફતીયાપરાના ઓસમાણ હબીબ બુચડ, તથા અનીશ રફીક રાધાની પોલીસે અટકાયત કરી લઇ તેઓ પાસેથી ૧૦,૭૯૦ની રોકડ રકમ અને જુગારનું સાહિત્ય કબજે કર્યું છે.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application