ગુંદરણા ગામે જાહેરમાં જુગાર રમી રહેલા ચાર શખ્સ ઝડપાયા

  • September 04, 2024 02:57 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)


મહુવાના ગુંદરણા ગામે જાહેરમાં જુગાર રમતા ચાર શખ્સને રોકડ ‚ા.૧૦,૩૪૦ ના મુદ્દામાલ સાથે બગદાણા પોલીસે ઝડપી લીધા હતા.
ભાવનગર પોલીસ મહાનિરીક્ષક ગૌતમ પરમાર  તથા જિલ્લા પોલીસ અધીક્ષક ડો.હર્ષદ પટેલ અને મહુવા વિભાગ મહુવા ના મદદનીશ પોલીસ અધિક્ષક અંશુલ જૈન તથા બગદાણા પોલીસના પો.સ.ઈ. એમ.બી. ગુર્જરના માર્ગદર્શન હેઠળ બગદાણા પોલીસ મથક વિસ્તારમાંથી દારૂ-જુગારની પ્રવુતિ નેસ્તનાબુત કરવા સખત સુચના અને માર્ગદર્શન આપેલ અને જેના આધારે બગદાણા પોલીસ સ્ટાફના હેડ કોન્સ.કે.બી.જોષી તથા પો.કો. ભરતભાઈ બાલધીયા તથા ધનસુખભાઈ ધાનકવાડીયા નાઓ વિગેરે બગદાણા પોલીસ મથકના ગુંદરણા ઓ.પી. વિસ્તારમાં પેટ્રોલીંગમાં હતા,તે દરમ્યાન ગુંદરણા ગામે બસ સ્ટેન્ડ પાસે,વણકર વાસમાં ગૌતમ મીઠાભાઇના રહેણાકી મકાનની સામે ચોકમાં જાહેર ખુલ્લી જગ્યામાં ગંજીપત્તાના પાના તથા પૈસા વતી તીન પત્તીનો હારજીત નો જુગાર રમે છે તેવી હકીકતના  આધારે પંચો સાથે રેઈડ કરી ગંજી પતા વડે હારજીતનો જુગાર રમતા  ભરત ઉર્ફે વિટુડી નાનજીભાઈ કામળીયા (ઉવ.૨૮), લાખા જીવણભાઇ કામળીયા (ઉ.વ ૩૨), દિનેશ શંકરદાસ વાણીયા (ઉ.વ ૩ર), લક્ષ્મણ રામભાઈ બોરીચા (ઉ.વ. પર રહે. તમામ ગુંદરણા ગામ,તા.મહુવા, જિ.ભાવનગર)ને ગંજીપાનાના પાના નંગ પર તથા રોકડ રૂપિયા.૧૦,૩૪૦ ના મુદ્દામાલ સાથે ઝડપી લઈ તમામ વિરુધ્ધ જુગાર ધારાની કલમ  ૧૨ હેઠળ ધોરણસરની કાર્યવાહી હાથ ધરી હતી. 



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application