ખંભાળિયા નજીક વાડી વિસ્તારમાં જુગાર રમતા ચાર શખ્સો ઝડપાયા: બે ફરાર

  • December 13, 2023 01:42 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

ખંભાળિયા - સલાયા માર્ગ પર અત્રેથી આશરે ચાર કિલોમીટર દૂર હર્ષદપુર ગામના વાડી વિસ્તારમાં ગતસાંજે સ્થાનિક પોલીસે જુગાર દરોડો પાડી, અને બાવળના ઝાડ નીચે બેસીને ગંજીપત્તા વડે જુગારની મોજ માણી રહેલા હિરેન અશોકભાઈ મોખરા, વીરપાર હરદાસ મસુરા, ધીરજલાલ જગજીવનભાઈ મોદી અને અમૂલ વસંતરાય પંચમતીયા નામના ચાર શખ્સોને ઝડપી લઇ, રૂપિયા ૧૩,૯૦૦ રોકડા તથા રૂપિયા ૧૦,૫૦૦ ની કિંમતના ત્રણ મોબાઈલ ફોન ઉપરાંત રૂપિયા ૪૫,૦૦૦ ની કિંમતના બે મોટરસાયકલ મળી કુલ, રૂપિયા ૬૯,૪૦૦ નો મુદ્દામાલ કબજે કર્યો હતો.
આ દરોડા દરમ્યાન સલાયાનો અજીજ ભડાલા અને ખંભાળિયાનો રામજી પરમાર નામના બે શખ્સો નાસી છૂટ્યા હતા. ખંભાળિયા પોલીસે જુગારધારાની કલમ હેઠળ ગુનો નોંધી, આગળની કાર્યવાહી હાથ ધરી છે.
***
બાલવા ગામમાં વર્લી મટકાનો જુગાર રમતા વેપારી પકડાયો

જામજોધપુરના બાલવા ગામમાં મંડળી પાસેના રોડ પર જાહેરમાં વર્લી મટકાનો જુગાર રમતા એક વેપારીને રોકડ સાથે પકડી લેવામાં આવ્યો હતો.
જામજોધપુર તાલુકાના બાલવા ગામમાં રહેતા કિશોરગીરી કલ્યાણગીરી ગોસાઇ નામના વેપારીને ગામમાં જાહેરમાં વર્લી મટકાના આંકડાનો જુગાર રમતા સ્થાનીક પોલીસે આંકડા લખેલી ડાયરી અને રોકડા રુા. ૧૦૦ સાથે પકડી લીધો હતો.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application