લાલપુર-જામજોધપુરમાં આઠ પત્તાપ્રેમી પોલીસના પાંજરે પુરાયા

  • December 11, 2023 12:57 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

હોથીજી ખડબામાં દરોડા : ૨૩ હજારની મત્તા જપ્ત

લાલપુરના રીંજપર ગામમાં તિનપતીનો જુગાર રમતા ચારને ૧૧ હજારની મતા સાથે પકડી લીધા હતા તથા હોથીજી ખડબા ગામમાં જુગાર રમતા ૪ શખ્સ ઝપટમાં આવ્યા હતા.
લાલપુરના રીંજપર ગામમાં ગૌશાળા નજીક જાહેરમાં તિનપતીનો જુગાર રમતા રિંજપરના દેવાયત ધાના વશરા, બાબરીયા ગામના ખમીશા ફુલમામદ સમા, રીંજપરના પીઠા રાજશી વશરા અને ધાના રાયશી બડીયાવદરાને સ્થાનીક પોલીસે રોકડ ૧૧૨૩૦ અને ગંજીપતા સાથે પકડી લીધા હતા.
બીજા દરોડામાં જામજોધપુરના હોથીજી ખડબાના પાદરમાં તિનપતીનો જુગાર રમતા સિઘ્ધરાજસિંહ નવલસિંહ વાઘેલા, પ્રદિપ લાલપરી ગોસ્વામી, જયપાલસિંહ સબળસિંહ જાડેજા અને હમીર રાયદે ડાંગરને સ્થાનીક પોલીસે દરોડા દરમ્યાન રોકડા ૧૧૫૦૦ અને ગંજીફા સાથે ઝડપી લીધા હતા.
***
સલાયામાં જુગાર રમતા ચાર શખ્સો ઝપટમાં
ખંભાળિયા તાલુકાના સલાયા ગામે આવેલા ડી.વી. નગર પાસે પોલીસે જાહેરમાં રોન પોલીસ નામનો જુગાર રમી રહેલા કાસમ જૂનસ ગજ્જણ, સદામ સલીમભાઈ ભગાડ, નૂરમામદ ઈશાભાઈ લોરૂ અને જાકુબ અબ્દુલ ભાયા નામના ચાર શખ્સોને ઝડપી લઇ, કુલ રૂપિયા ૩,૭૫૦ નો મુદ્દામાલ કબજે કર્યો હતો.
***
દ્વારકામાં ચલણી નોટ ઉપર જુગાર રમતા બે ઝબ્બે
દ્વારકા તાલુકાના વાંચ્છું ગામના ઝાપામા ઓટલા ઉપર બેસીને ચલણી નોટોના નંબર ઉપર એકી-બેકીનો જુગાર રમી રહેલા જાદવભા જીવાભા કેર અને વિજેશ ભોજાભા બઠીયા નામના બે શખ્સોને પોલીસે મુદ્દામાલ સાથે ઝડપી લઇ, જુગારધારાની કલમ હેઠળ કાર્યવાહી કરી હતી.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application