સિક્કા હાઈવે પર બાઈક રેસ લગાવી પૈસાની હારજીત કરી રહેલા ચાર શખ્સોની અટકાયત

  • April 08, 2024 12:02 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

સિક્કા રોડ પર બાઈક ની રેસ લગાવી રહેલા ચાર બાઇકરોને પોલીસે ફિલ્મી ઢબે જીપમાં પીછો કરી આંતરી લીધા



જામનગર- સિક્કા રોડ પર બાઈક રેસ લગાવી રૂપિયા ની હારજીત નો જુગાર રમી રહેલા ચાર શખ્સોને સિક્કા પોલીસે જીપમાં પીછો કરી ઝડપી લીધા છે. તેઓ પાસેથી રોકડ રકમ અને બાઇક વગેરે કબજે કર્યા છે.


જામનગર-ખંભાળિયા હાઈવે રોડ પર કેટલાક શખ્સો રવિવારની સાંજે બાઇકની રેસ લગાવી પૈસાની હારજીત કરી જુગાર રમી રહ્યા છે, તેવી સિક્કા પોલીસને બાતમી મળી હતી.


જે બાતમીના આધારે સિક્કા પોલીસે વોચ ગોઠવી હતી, અને બાઈક ની રેસ લગાવી રહેલા ચાર બાઈકરોને પોલીસ જીપ માં પીછો કરી આંતરી લીધા હતા, અને ચારેયની અટકાયત કરી લઇ તેઓ પાસેથી રૂપિયા બે હજારની રોકડ રકમ તથા ૪ મોટર સાયકલ સહિતની માલમતા કબજે કરી છે.

પોલીસે પકડી પાડેલા અને બાઇકની રેસમાં જુગાર રમી રહેલા સિક્કાના અલ્તાફ અકબરભાઈ બારોયા, કારાભુંગાના રવિ ગોપાલભાઈ ચૌહાણ, ગરીબેનવાજ ચોક સિક્કામાં રહેતા એલીયાસ સલીમભાઈ હુંદડા તેમજ સરમત નાગાણી પીરની દરગાહ પાસે રહેતા સાલેમામદ દોસમામદ ગંઢાર ની અટકાયત કરવામાં આવી છે.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application