એઇમ્સની નસિગ ઓફિસર યુવતીની બે કિડની–લીવરના દાનથી ચાર વ્યકિતને નવી જિંદગી મળી

  • December 25, 2024 03:20 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)
એઇમ્સની નસિગ ઓફિસર યુવતીની બે કિડની–લીવરના દાનથી ચાર વ્યકિતને નવી જિંદગી મળી ૧૨મીએ ગળેફાંસો ખાઈ લીધા બાદ બેભાન રહેલી હિતેષીને જોધપુર એઇમ્સમાં ખસેડાતા બ્રેન ડેડ જાહેર કરવામાં આવી હતી: આપઘાતના પ્રયાસ પાછળનું કારણ અકબધં રહી ગયુંઆજકાલ પ્રતિનિધિ રાજકોટ રાજકોટ એઇમ્સમાં જુનિયર નસિગ ઓફિસર તરીકે ફરજ બજાવતી યુવતિએ ફાંસો ખાઈ આપઘાતનો પ્રયાસ કરતા ગંભીર હાલતમાં એઇમ્સમાં ખસેડવામાં આવી હતી દરમિયાન યુવતિ કોમામાં સરી પડતા તેને જોધપુર એઇમ્સમાં ખસેડાઇ હતી ત્યાં બ્રેઈન ડેડ હોવાનું નિદાનમાં સામે આવતા અંતે પરિવારની સંમતિ સાથે અંગદાન કરવાનું નક્કી કરવામાં આવ્યું હતું. યુવતિની બે કિડની અને લીવરનું દાન કરવામાં આવ્યું હતું. પ્રા વિગત મુજબ મૂળ જોધપુરની અને ઘંટેશ્વરમાં લેટ ભાડે રાખીને એઇમ્સના પીડિયાટિ્રક વોર્ડમાં જુનિયર નસગ ઓફિસર તરીકે ફરજ બજાવતી હિતાંષી બોરાણા નામની (૩૧) વર્ષીય યુવતિએ ગત.તા.૧૨ ડિસેમ્બરના લેટમાં ગાંધીનગર રહેતા પુષ મિત્રને ફોન કરી ગળે ફાંસો ખાઈ લેતા બેભાન હાલતમાં એઇમ્સમાં ખસેડવામાં આવી હતી. એઇમ્સમાં ચાર દિવસની સારવાર દરમિયાન હિતાંશી ભાનમાં ન આવતા અંતે તેના માતા–પિતાએ જોધપુર એઇમ્સમાં લઇ જવાનો નિર્ણય કરતા એર એમ્બ્યુલન્સ મારફતે તા.૨૧ના જોધપુર એઇમ્સમાં રીફર કરવામાં આવી હતી. ત્યાં બ્રેઈન ડેડ હોવાનું નિદાન થતાં યુવતિના માતા–પિતાની સહમતીથી અંગદાન કરવાનો નિર્ણઈ કરવામાં આવતા હિતાંશીની કિડની અને લીવર જોધપુર એઇમ્સમાં અને બીજી કિડની જયપુર એસએમએસ હોસ્પિટલમાં ડોનેટ કરવામાં આવી છે. તેમની બે કિડની અને લીવર ડોનેટ કરવામાં આવ્યા એ ચાર વ્યકિતઓને નવ જીવન મળ્યું છે. પરંતુ અફસોસ એ વાતનો છે કે યુવતીએ પગલું ભરવા પાછળનું કારણ આજેય પણ અકબધં રહ્યું છે અથવા તો અકબધં રાખવામાં આવ્યું છે. રાજકોટથી જોધપુર એઇમ્સમાં લઇ જવામાં આવતા આ મામલે હવે પોલીસ તપાસ ઉપર પણ પૂર્ણવિરામ લાગી ગયો છે. જયારે તેનો ગાંધીનગર સ્થિત પુષ મિત્ર પણ કાંઈ બોલવા તૈયાર નથી. આપઘાતના પ્રયાસ પૂર્વે હિતેષી સ્ટ્રેસમાં હતી અને તેણીને વોર્ડમાં જ સિનિયર ઓફિસર ટોર્ચર કરી વારંવાર ખુલાસાઓ માગવા આવી ટાર્ગેટ કરવામાં આવતા હોવાની પણ એક વાત સામે આવી હતી પરંતુ આ મામલે પણ બધં બારણે મીટીંગો કરી બનાવની ભો માં ભંડારી દેવામાં આવ્યો છે. હાલ તો યુવતીના અંગદાનથી ચાર વ્યકિતને નવી જિંદગી મળી છે


લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application