સિંગાપુરથી એરલિફ્ટ કરીને આવી રહ્યા છે ચાર ઓક્સિજન ટેન્કર : ડિલીવરી લેવા પહોંચ્યું C-17 કાર્ગો પ્લેન

  • April 25, 2021 12:06 AM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

કોરોના વાયરસ મહાહારીની બીજી લહેર ખુબજ ખતરનાક સાબિત થઈ રહી છે. ત્યારે હવે સેના ખુદ લડવા માટે મેદાનમાં આવી ગઈ છે. ભારતીય એરપોર્ટના કાર્ગો પ્લેન C-7પ્લેનને હિંડન એર બેસ થી પુણે એરબેસ માટે સવારે આઠ વાગે ઉડાન ભરી હતી અને ત્યાંથી ઓક્સિજનના ખાલી બે કન્ટેનર ટ્રક લોડ કરીને જામનગર એર બેસ પહોંચી  હતી.

 

 

હિંડન એર  બેસથી આજે ૨૪ એપ્રિલે સવારે 8 વાગ્યે ઉડાન ભરનાર C-17 જેટ સવારે 10 વાગ્યે પૂર્ણ પહોંચ્યું હતું. પુણેમાં C-17 ઉપર ઓક્સિજનના બે ખાલી ટેન્કર લોડ કરવામાં આવ્યા અને ત્યારબાદ બપોરે દોઢ વાગ્યે જામનગર પહોંચ્યું હતું. એક તરફ તેના દેશમાં સૈન્ય દળ એક જગ્યાએથી બીજી જગ્યાએ ઓક્સિજન પહોંચાડવાનું કામ કરી રહ્યું છે, તો સાથે સાથે વિદેશોમાંથી પણ ઓક્સિજન લાવવાનું કામ શરૂ કરી દીધું છે.

 

 

ભારતીય એરફોર્સએ વિદેશમાંથી ઓક્સિજન લેવાનું ઓપરેશન શરૂ કર્યું છે. જેમાં એરફોર્સ સિંગાપુરથી ચાર ઓક્સિજન ટેન્કર એર લિફ્ટ કરીને લાવશે. જાણકારી અનુસાર હિંડન એર બેસથી રાત્રે બે વાગ્યે એરફોર્સ c-7  વિમાને ઉડાન ભરી છે.  આ વિમાન સવારે 7.45 વાગ્યે સિંગાપુર એરપોર્ટ ઉપર પહોચ્યું હતું.  એસફોર્સ અનુસાર ક્રાયોજેનિક ઓક્સિજન ટેન્કરના ચાર કન્ટેનર લઈને આ વિમાન પરત ફરશે.


લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


કોરોના અંગેના મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  99251 12230  

View News On Application
RELATED NEWS