ચાર અધિકારીઓને સોંપાયા વધારાના હવાલા, IAS મહેશ જાની રાજકોટના ડેપ્યુટી મ્યુનિસિપલ કમિશનરનો હવાલો સંભાળશે

  • January 06, 2025 10:07 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

રાજ્યમાં વહીવટી ફેરફારોના ભાગરૂપે ચાર વરિષ્ઠ અધિકારીઓને વધારાના હવાલા સોંપવામાં આવ્યા છે. આ ફેરફારોમાં ત્રણ IAS અને એક GAS કેડરના અધિકારીનો સમાવેશ થાય છે.


આ ફેરફાર મુજબ IAS મહેશ જાનીને રાજકોટના ડેપ્યુટી મ્યુનિસિપલ કમિશનરનો વધારાનો હવાલો સોંપવામાં આવ્યો છે. તેઓ હાલમાં મ્યુનિસિપાલિટીઝના પ્રાદેશિક કમિશનર તરીકે ફરજ બજાવે છે. અગાઉ આ હવાલો IAS સ્વપ્નિલ ખરે સંભાળી રહ્યા હતા. આ વધારાનો હવાલો આગામી આદેશો સુધી અમલમાં રહેશે.


આ ઉપરાંત, અન્ય અધિકારીઓને પણ વધારાના હવાલા સોંપાયા


જે.વી. દેસાઈ (GAS): જેઓ હાલમાં જિલ્લા ગ્રામીણ વિકાસ એજન્સી (DRDA), આણંદના નિયામક છે, તેઓને જિલ્લા વિકાસ અધિકારી, આણંદનો વધારાનો હવાલો સોંપવામાં આવ્યો છે.


ડૉ. રાજેન્દ્રકુમાર એમ. પટેલ (IAS): જેઓ સુરતના ડેપ્યુટી મ્યુનિસિપલ કમિશનર છે, તેઓ નગરપાલિકાના પ્રાદેશિક કમિશનર, સુરતનો વધારાનો હવાલો સંભાળશે.


ડી.એમ. સોલંકી (IAS): જેઓ નગરપાલિકાના પ્રાદેશિક કમિશનર, ભાવનગર છે, તેઓને જિલ્લા વિકાસ અધિકારી, ભાવનગરનો વધારાનો હવાલો સોંપવામાં આવ્યો છે.





લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application