BREAKING NEWS

મોરબી સિટી મોલમાં ક્રિકેટ સટ્ટો રમતા ચાર શખસ ઝડપાયા

  • April 20, 2026 01:56 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

મોરબીના ભકિતનગર સર્કલ પાસે આવેલ સીટી મોલમાં ક્રિકેટ મેચ પર સટ્ટો રમાડતી એક ટોળકીને એ ડિવીઝન પોલીસે ઝડપી પાડી છે. શીવ ઇમ્પેક્ષ નામની ઓફિસમાં ચાલતા આ જુગારધામ પર પોલીસે દરોડો પાડીને કુલ ૪ શખ્સોની ધરપકડ કરી છે, યારે આઈ.ડી. આપનાર અન્ય ૪ શખ્સોને પકડી પાડવા શોધખોળ હાથ ધરી છે.
મળતી માહિતી મુજબ મોરબી સિટી એ ડિવિઝન પોલીસને ખાનગી રાહે મળેલ બાતમીના આધારે બાતમીવાળી જગ્યાએ ભકિતનગર સર્કલ પાસે આવેલા સીટી મોલના ત્રીજા માળે દુકાન ન.ં ૩૦૧માં દરોડો પાડવામાં આવ્યો હતો. જેમાં આરોપી અનિલભાઈ ડાભીની ઓફિસમાં રાજસ્થાન રોયલ્સ અને કોલકાતા નાઇટ રાઇડર્સ વચ્ચેની મેચ રમતા ચારને પકડી પાડયા હતા. પોલીસે રૂા.૧૫૬૦૦ તથા વાહન નગં –૪ કિંમત પિયા ૪,૫૦,૦૦૦ મળી કુલ કિંમત પિયા ૫,૨૬,૬૦૦ ના મુદામાલ સાથે ચાર ઈસમો અનિલભાઇ માવજીભાઇ ડાભી (ઉ.વ.૨૮) રહે. મોરબી રવાપર રોડ નરસગં ટેકરી પાછળ મેઘાણીની વાડી, બ્રિજેશભાઇ મનસુખભાઇ માલવણીયા (ઉ.વ.૩૦) રહે.મોરબી કન્યા છાત્રાલય રોડ ધર્મવિજય સોસાયટી શીવમ એપાર્ટમેન્ટ બ્લોક નં.૭૦૩ રહે.ઘાટીલા તા.માળીયા(મી), પરેશભાઇ નાગજીભાઇ ગોવીંદભાઇ પઢારીયા (ઉ.વ.૪૦) રહે.૬૦૧ મંગલમ એપાર્ટમેન્ટ બોનીપાર્ક રવાપર મોરબી મુળ રહે. ગાંધીનગર તા.જી.મોરબી, હર્ષદભાઇ લાલજીભાઇ પાસીયા (ઉ.વ.૩૦) રહે.મોરબી સો.ઓરડી સામાકાંઠે રચના સોસાયટી મોરબીવાળાને ઝડપી પાડયા છે યારે આ જુગાર રમવા માટે આઈ.ડી.  પ્રોવાઈડ કરનાર હસુભાઇ ઠાકર રહે.મોરબી, બ્રિજેશભાઇ પડસુબીયા રહે.મોરબી વાવડી, રજાકભાઇ રહે.રાજકોટ, જયદીપભાઇ પટેલ રહે.મોરબીવાળા હાજર મળી આવ્યા ન હતા, જેથી પોલીસે આરોપીઓ વિદ્ધ જુગારધારા કલમ હેઠળ ગુન્હો નોંધી વધુ તપાસ હાથ ધરી છે



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application
Recent News