ધોરાજી પાસે કાર રેલિંગ તોડી નદીમાં પડતાં ચાર મોત

  • April 10, 2024 11:15 AM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

ધોરાજીના સુપેડી પાસે આજે સવારના સમયે કારને ગમખ્વાર અકસ્માત નડયો હતો. કારમાં મુસાફરી કરી રહેલા ધોરાજી શહેર ભાજપના પુર્વ ઉપપ્રમુખ દિનેશભાઈ ઠુમ્મર અને કારમાં અન્ય ત્રણ મહિલા મળી કુલ ચાર વ્યકિતના કરૂણ મોત નિપજયાની ઘટનાથી ધોરાજી પંથકમાં અરેરાટી મચી જવા પામી છે. ચારેયને ધોરાજી સિવિલ હોસ્પિટલમાં લવાતા હોસ્પિટલ ખાતે ટોળાં ઉમટી પડયા હતા. પ્રાથમીક વિગતો મુજબ કારનું ટાયર ફાટતા કાર રેલીંગ તોડીને ભાદર નદીમાં ખાબકી હતી અને આ ઘટના બની હતી.

ગમખ્વાર અકસ્માતમાં મૃતક દિનેશભાઈ ઠુમર ધોરાજી શહેર ભાજપના પૂર્વ ઉપપ્રમુખ તરીકે રહી ચૂકયા છે. આજે સવારે કલારીયા ગામથી તેમના પરિવારજનો સાથે ધોરાજી તરફ આવી રહ્યા હતા ત્યારે ભાદર નદીના પૂલ પર તેમની કારનું ટાયર ફાટતાં ગાડી પુલ તોડીને સીધી નદીમાં ખાબકી હતી. તેમની સાથે રહેલા ત્રણ બહેનો અને દિનેશભાઈનું અકસ્માતમાં ઘટના સ્થળે જ મૃત્યુ નીપયું હતું.

ધોરાજીમાં રહેતા દિનેશભાઈ ઠુમ્મર ઉ.વ.૫૫, તેમના પત્ની લીલાવંતીબેન ઉ.વ.૫૨ તેમજ પરિવારના અન્ય સભ્યો સંગીતાબેન કોયાણી ઉ.વ.૫૫, હાદિર્કાબેન ઠુમ્મર ઉ.વ.૨૨ સહિતના કારમાં ધોરાજી નજીક વાલાસણ ગામે પ્રસંગમાં ગયા હતાનું જાણવા મળે છે. કાર સુપેડી પાસે પહોંચતા કારનું ટાયર ફાટયું હતું અને સ્ટીયરીંગ પરથી કાબુ ગુમાવતા કાર પુલની રેલીંગ તોડીને આશરે ૫૦ ફત્પટથી નીચે ભાદર નદીમાં ખાબકી હતી. કાર પાણીમાં ગરકાવ થઈ ગઈ હતી. આ અકસ્માતની જાણ થતાં તુર્ત જ એકઠા થયેલા વ્યકિતઓએ ધોરાજી પોલીસને જાણ કરી હતી. પોલીસ કાફલો અને ફાયર બ્રિગેડની ટીમ દોડી આવી હતી. કારમાં ફસાયેલા ચારેય વ્યકિતઓને ઈજાગ્રસ્ત હાલતમાં તાત્કાલીક સિવિલ હોસ્પિટલમાં ધોરાજી ખાતે ખસેડવામાં આવ્યા હતા.
અકસ્માતના પગલે ધોરાજી સિવિલ હોસ્પિટલ પર પાટીદાર પરિવારના સભ્યો તેમજ ભાજપના અગ્રણીઓ તથા તુલસી ચેરીટેબલ ટ્રસ્ટના હોદ્દેદારો સહિતના મોટી સંખ્યામાં દોડી આવ્યા હતા. ઈજાગ્રસ્તોને તબીબે જોઈ તપાસીને મૃત જાહેર કર્યા હતા. વધુ વિગતો મુજબ અકસ્માતમાં જીવ ગુમાવનાર દિનેશભાઈ ધોરાજીના કુંભારવાડા વિસ્તારમાં રહેતા હતા. ઈનોવા કાર લઈને પ્રસંગમાં જતા હતા તે દરમિયાન કારનું ટાયર ફાટતા કાર ભાદર નદીના પુલની રેલીંગ સાથે અથડાઈ હતી અને રેલીંગ તોડીને કાર નીચે ભાદર નદીમાં પડી ગઈ હતી. પાણીમાં ડૂબવાના કારણે મૃત્યુ થયાનું જાણવા મળી રહ્યું છે. પોલીસે અકસ્માત સંદર્ભે વધુ તપાસ હાથ ધરી છે. મૃતક દિનેશભાઈ તુલસી ચેરીટેબલ ટ્રસ્ટના હોદ્દેદાર પણ હતા



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application