BREAKING NEWS

માળિયાના હરિપર પાસે ટ્રક અને ઇકો કાર અથડાતા ચારનાં મોત

  • May 26, 2026 12:01 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

માળિયાના હરીપર નજીક હાઈવે પર ગમખ્વાર અકસ્માત સર્જાયો હતો માતાના મઢથી દર્શન કરી પટ ફરતા શ્રદ્ધાળુઓની કાર અને ટ્રક વચ્ચે અકસ્માત સર્જાતા ચાર વ્યકિતના મોત થયા છેદીવમાં વસતા કાપડિયા પરિવારના સભ્યો ઇકો ગાડી લઈને કચ્છ માતાના મઢ દર્શને ગયા હતા અને દર્શન કરી દીવ પરત ફરતા હતા ત્યારે માળિયા–કચ્છ હાઈવે પર હરીપર ગામના પાટિયા નજીક ઇકો કારનું ટાયર ફાટું હતું અને ચાલકે કાબુ ગુમાવી દીધા બાદ સામેથી આવતા ટ્રક સાથે અથડાતા ગમખ્વાર અકસ્માત સર્જાયો હતો જે અકસ્માતમાં કાર ચાલક ભરતભાઈ બાંભણીયા (ઉ.વ.૫૦) મનોજભાઈ લમણભાઈ કાપડીયા (ઉ.વ.૫૦) યાન્સું મનોજભાઈ કાપડીયા (ઉ.વ.૮) અને કંચનબેન વીરજીભાઈ બાંભણીયા (ઉ.વ.૬૦) એમ ચાર વ્યકિતના મોત થયા છે જેથી પીએમ માટે મૃતદેહો મોરબી સિવિલ હોસ્પિટલ ખસેડાયા છે.તે ઉપરાંત કારમાં સવાર જાગૃતિબેન મનોજભાઈ કાપડીયા (ઉ.વ.૩૫) , વૈદશ્રીબેન મનોજભાઈ કાપડીયા (ઉ.વ.૧૨) રહે દીવ વાળાને ઈજા પહોંચી હતી બનાવને પગલે પોલીસ ટીમો દોડી ગઈ હતી અને વધુ તપાસ હાથ ધરી છે



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application