ભાણવડથી આશરે ૧૨ કિલોમીટર દૂર પાછતર ગામના બસ સ્ટેશનની બાજુમાં પૂરઝડપે અને બેફિકરાઈપૂર્વક આવી રહેલા એક ડમ્પર (ટ્રક) નં. જી.જે. ૧૦ વાય ૬૬૮૪ ના ચાલકે ગફલતભરી રીતે ચલાવી અને સ્ટેરીંગ પરનો કાબુ ગુમાવી દેતા માલધારી દુકાનના પીલર સાથે આ ટ્રક અથડાયો હતો.
આ અકસ્માતમાં દુકાનના આગળના ભાગે રહેલા સિમેન્ટના પતરા તથા તૂટીને અહીં રહેલા નિતેશભાઈ વીરાભાઈ મોરી નામના રબારી યુવાન ઉપર પડતા તેમને માથાના ભાગે ઈજાઓ થવા પામી હતી. એટલું જ નહીં, અહીં રહેલા અન્ય ત્રણ યુવાનો દિલીપભાઈ, ડાયાભાઈ તેમજ તુષારભાઈ સુદ્રાને પણ ફ્રેક્ચર સહિતની ઇજાઓ સાથે સ્થાનિક હોસ્પિટલમાં સારવાર આપવામાં આવી હતી.
આ બનાવ અંગે નિતેશભાઈ વીરાભાઈ મોરીની ફરિયાદ પરથી ભાણવડ પોલીસે ટ્રકના ચાલક સામે જુદી જુદી કલમ હેઠળ ગુનો દાખલ કર્યો છે.