સિક્કામાં તીનપત્તીનો જુગાર રમતા ચાર જુગારી ઝડપાયા

  • April 08, 2021 07:49 PM 

બાતમીના આધારે દરોડો, પટમાંથી ૧૦ હજારની રોકડ મળી આવી

જામનગર નજીક સિક્કા માટે જાહેર રોડ પર તીન પત્તીનો જુગાર રમતા ચાર શખ્સોને રોકડ રકમ સાથે પોલીસે પકડી લીધા હતા.

સિક્કામાં જાહેરમાં કેટલાક શખ્સો તીન પત્તીની મોજ માણે છે એવી હકીકતના આધારે સ્થાનિક પોલીસે દરોડો પાડીને તીનપત્તીનો જુગાર રમતા સિક્કા તાલબ કોલોનીની બાજુમાં રહેતા માછીમાર સલીમ દાઉદ હુંદડા, સિક્કાના નાગાણી સરમત પાસે રહેતા જાકૂબ સાલેમામદ ભટ્ટી, અકબર કાસમ સુભણીયા અને સબ્બીર ઈસા હુંદડા ચારેય શખ્સોને રોકડ રૂપિયા 10300 તથા સાહિત્ય સાથે પકડી લીધા હતા. શિકાર પીએસઆઇ પરમારની સૂચનાથી સ્ટાફ દ્વારા દરોડો પાડવામાં આવ્યો હતો.


લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


કોરોના અંગેના મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  99251 12230  

View News On Application
RELATED NEWS