દારૂના આ દરોડાની જાણવા મળતી વિગતો મુજબ, કુવાડવા રોડ પોલીસ મથકના પીએસઆઇ એમ.જે.વની રાહબરીમાં એએસઆઈ ખોડુભા જાડેજા, હેડ કોન્સ્ટેબલ ધર્મેન્દ્રસિંહ પરમાર, વિક્રમભાઈ ગરચર, અરવિંદભાઈ મકવાણા અને કોન્સ્ટેબલ ભાવેશભાઈ મકવાણા, જયપાલભાઈ, કુશલકુમાર સહિતનાઓ નાઈટ પેટ્રોલિંગમાં હતા. દરમિયાન એવી બાતમી મળી હતી કે, મઘરવાડા ગામના સ્મશાનની જગ્યા પર એક મહેન્દ્ર કંપનીની આઇસર ગાડીમાં દાનો જથ્થો ભરી આવે છે. જેથી પોલીસે અહીં પહોંચી તપાસ કરતા એક આઇસર વાહન પડું હોય તેમાં તપાસ કરતા બાંકડાઓ પડા હોય જે હટાવી જોતા અંદરથી દાનો જથ્થો મળી આવ્યો હતો. પોલીસે આ આઇસરમાંથી ૧૧૭૬ બોટલ દા અને ૧૦૫૬ બોટલ ચપલા સહિત ૬.૯૩ લાખનો દારૂનો જથ્થો ઝડપી લીધો હતો. પોલીસે દારૂનો આ જથ્થો અને આઇસર સહિત ૨૭.૦૧ લાખનો મુદ્દામાલ કબજે કરી અહીં સર મૂકી નાસીજનાર સામે ગુનો નોંધી તેને ઝડપી લેવા તપાસ હાથ ધરી છે.
કુવડવા પોલીસે અન્ય દરોડામાં રાજકોટ–અમદાવાદ હાઈવે પર પટેલ વિહાર હોટલની પાસે ક્રિષ્ના વે બ્રિજ સામે એક રેડી પડેલી બોલેરો કારમાંથી પિયા ૨૭,૫૦૦ ની કિંમતનો દેશી દારૂ નો જથ્થો ઝડપી લીધો હતો. પોલીસે દાનો આ જથ્થો અને કાર સહિત ૬.૨૭ લાખનો મુદ્દામાલ કબજે કર્યેા હતો.
યારે એલસીબી ઝોન–૧ના પએસઆઇ બી.વી.બોરીસાગરની રાહબરીમાં ટીમ પેટ્રોલિંગમાં હતી દરમિયાન એવી બાતમી મળી હતી કે, રાજકોટ કુવાડવા રોડ પર કુવાડવા ગામ તરફ એક કાળા કલરની સ્કોર્પિયો નંબર જીજે ૩એચકે ૭૬૧૨ માં દાના જથ્થાની હેરફેર થઈ રહી છે. જેથી પોલીસે કુવાડવા રોડ પર સચ્ચા સોદા રેસ્ટોરન્ટ પાસે વોચ ગોઠવી હતી દરમ્યાન આ સ્કોર્પિયો પસાર થતાં પોલીસે તેને રોકવાનો પ્રયાસ કરતા ચાલકે કાર હંકારી મૂકી હતી જેથી પોલીસે તેનો પીછો કર્યેા હતો દરમિયાન આ કાર આગળ વિજ પોલ સાથે અથડાતા અહીં રોકાઈ ગઈ હતી. બાદમાં પોલીસે કારમાં સવાર બંનેને ઝડપી લીધા હતા જેમના નામ જયંતી રાઘવભાઈ ચૌહાણ (ઉ.વ ૩૨ રહે. નવાગામ રંગીલા સોસાયટી) અને સંજય ધીભાઈ ગણદીયા (ઉ.વ ૩૨ રહે. સતં કબીર રોડ) હોવાનું માલુમ પડું હતું. કારમાં તલાસી લેતા અંદરથી ૭૨ બોટલ દારૂ મળી આવ્યો હતો જેથી પોલીસે પિયા ૪૩,૨૦૦ ની કિંમત નો દાનો જથ્થો અને કાર સહિત ૪,૫૬૦૦ નો મુદ્દામાલ કબજે કર્યેા હતો.
ક્રાઈમ બ્રાન્ચના પીએસઆઇ એ.એસ.ગરચર તથા તેમની ટીમ પેટ્રોલિંગમાં હતી દરમિયાન હેડ કોન્સ્ટેબલ અનિલભાઈ સોનારા અને હરદેવસિંહને મળેલી બાતમીના આધારે માલિયાસણ ગામ પાસે આ આઇઓસી કારખાના સામે એક શંકાસ્પદ કારને અટકાવી તેમાં તલાસી લેતા કારમાંથી પિયા ૯,૪૦૦ ની કિંમત દારૂ નો જથ્થો મળી આવ્યો હતો. પોલીસે દારૂનો અને કાર સહિત કુલ પિયા ૧.૧૦ લાખનો મુદ્દામાલ કબજે કર્યેા હતો.
ક્રાઈમ બ્રાન્ચે અન્ય દરોડામાં રૈયાધાર સ્લમ કવોટર પાછળ જશોદા ચોકવાળી શેરીમાં ઓરડીમાં પાસે ઇકો કારમાંથી પિયા ૮૯, ૨૦૦ ની કિંમતનો દા ઝડપી લીધો હતો.પોલીસે દારૂ અને કાર સહીત ૩,૮૯, ૨૦૦ નો મુદામાલ કબજે કર્યેા હતો. પોલીસે દાના આ જથ્થા સાથે પ્રતાપસિંહ સુખદેવસિંહ જાડેજા (ઉ.વ ૨૪ રહે. નેહ નગર શેરી નંબર ૫) ને ઝડપી લીધો હતો. જયારે દારૂ પ્રકરણમાં હાર્દિક સભાડનું નામ ખુલતા તેને ઝડપી લેવા તપાસ હાથ ધરી છે.
આ સિવાય બી ડિવિઝન પોલીસે જુના મોરબી રોડ પર સદગુરૂ પાર્ક મેઈન રોડ પરથી માતિ વાનમાં ૭૫,૬૦૦ ના દાના જથ્થા સાથે હરેશ રામજીભાઈ નગવાડીયા (રહે. જૂનો મોરબી રોડ, ગિરિરાજ પાર્ટી પ્લોટ પાછળ)ને ઝડપી લીધો હતો. પોલીસે દારૂનો આ જથ્થો મોબાઇલ ફોન અને વાન સહિત ૧.૩૦ લાખનો મુદ્દામાલ કબજે કર્યેા હતો.
યુનિવર્સિટી પોલીસે કાલાવડ રોડ ઉપર ઇસ્કોન મંદિર આદિત્ય ૭૯ એપાર્ટમેન્ટ પાસેથી નિલેશ પ્રવીણભાઈ બારડને ૪,૦૦૦ ના દારૂના જથ્થા સાથે ઝડપી લીધો હતો. જયારે માલવીયાનગર પોલીસે ૧૫૦ ફટ રીંગ રોડ ખોડીયારનગર પાસેથી ૮,૦૦૦ ના દારૂ સાથે કરણસિંહ ઘનશ્યામસિંહ જાડેજાને ઝડપી લીધો હતો.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationભારતીય સિનેમાના મહાન ડાયરેક્ટર શ્યામ બેનેગલનું નિધન, 90 વર્ષની વયે લીધા અંતિમ શ્વાસ
December 23, 2024 08:35 PMગુજરાતની નિર્ભયાએ દમ તોડ્યો, હેવાનિયત સામે માસૂમિયતની કરુણ હાર
December 23, 2024 07:37 PMચીન તરફ મિસાઈલો તૈનાત કરવા જઈ રહ્યું છે ફિલિપાઈન્સ, શી જિનપિંગનો વધ્યો તણાવ, અમેરિકાએ ચાલી નવી ચાલ
December 23, 2024 07:04 PMશું છે નો ડિટેન્શન પોલિસી? તેની અસર શાળાના શિક્ષણ પર શું થશે...જાણો નિષ્ણાતોના મત
December 23, 2024 07:02 PMલાલપુર તાલુકા પંચાયત ખાતે સામાન્ય સભા અને કારોબારી નું આયોજન, વર્ષ 2025- 26નું બજેટ પાસ
December 23, 2024 06:05 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech