ગાંધીનગરમાં ગેસ સિલિન્ડર બ્લાસ્ટમાં ફાયર બ્રિગેડના ચાર જવાન દાઝયા

  • April 12, 2025 11:10 AM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

અમદાવાદના બહુમાળી બિલ્ડીંગમાં લાગેલી આગની હજી ગણતરીના કલાકો થયા ન હતા ત્યાં ગાંધીનગરમાં ઝુંપડપટ્ટીમાં લાગેલી આગ બુઝાવા જતા ચાર અિસમનના કર્મચારીઓ ગંભીર રીતે દઝયા હતા. આ તમામને ગાંધીનગર સિવિલ હોસ્પિટલમાં સારવાર અર્થે ખસેડવામાં આવ્યા હતા.બાદ વધુ સારવાર માટે અમદાવાદ સિવિલ ખાતે ખસેડવામાં આવ્યા છે.
મળતી વિગતો અનુસાર ગાંધીનગર સેકટર ૪ ગાર્ડન નજીક આવેલા સુલભ શૌચાલય પાસેના ઝુપડામાં આગ લાગી હોવાનું ફાયર બ્રિગેડને કોલ મળ્યો હતો. આ કોલના પગલે ફાયર બ્રિગેડની ટીમ તાત્કાલિક ઘટના સ્થળે દોડી ગઈ હતી આગ ઓલવવાની કામગીરી શ કરવામાં આવી હતી દરમિયાન એકાએક ઝુપડાના ગેસ સિલિન્ડરમાં ધડાકાભેર બ્લાસ્ટ થતા ચાર ફાયર કર્મચારીઓ ગંભીર રીતે દાઝી ગયા હતા આ બ્લાસ્ટ થતાં દોડધામ મચી ગઈ હતી.
ફાયર બ્રિગેડના ઇન્ચાર્જ ચીફ ઓફિસર રાજેશ પટેલ જણાવ્યું છે કે ઝુંપડપટ્ટીમાં લાગેલી આગનો કોલ પ્રદીપ એ કર્યેા હતો જેથી અમારી ટીમ સ્થળ પર પહોંચી હતી સુલભ શૌચાલય પાસેના ઝુંપડામાં આગ લાગી હતી અમારી ટીમના માણસો  પાઇપ લગાવવાની કામગીરી કરી રહ્યા હતા અને અન્ય જવાનો શોચાલય તરફ જતા હતા તે અચાનક ઝૂંપડામાં ગેસનો સિલિન્ડર ફાટો હતો અને કર્મચારી મહાવીરસિંહ ચૌહાણ, રણજીત ઠાકોર, વિપુલ રબારી અને ભુપેન્દ્ર પટેલ દાઝી ગયા હતા.ગાંધીનગર સિવિલ હોસ્પિટલમાં ખસેડાયેલા મહાવીરસિંહ રણજીત અને વિપુલ આ ત્રણેયનું પંચોતેર ટકા જેટલું શરીર દાઝી જતા ત્રણેયને વધુ સારવાર અર્થે અમદાવાદના સિવિલ હોસ્પિટલના બર્ન વોર્ડમાં દાખલ કરવામાં આવ્યા છે. ભુપેન્દ્ર પટેલ હાથ પગના ભાગે દાઝી ગયા હતા  પ્રાથમિક તપાસમાં સુલભ સૌચાલયનું સંચાલન કરતા હેમંતના ઝુંપડામાં દીવો કરવા જતાં શોર્ટ સર્કિટ થયાનું અનુમાન લગાવવામાં આવી રહ્યું છે.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application