નવાગામમાં એલસીબી ઝોન-1 ની ટીમે દરોડો પાડી મકાનમાંથી રૂ.1.06 લાખનો દારૂનો જથ્થો ઝડપી લીધો હતો. દારૂના આ જથ્થા સાથે ચાર શખસોને પકડી પાડ્યા હતા.દારૂના આ દરોડાની જાણવા મળતી વિગતો મુજબ, એલસીબી ઝોન-1 ના પી.એસ.આઇ બી.વી.ચુડાસમાની રાહબરી હેઠળ હેડ કોન્સ્ટેબલ એચ.આર.પરમાર, કોન્સ્ટેબલ સત્યજીતસિંહ જાડેજા, દિવ્યરાજસિંહ જાડેજા અને રવિરાજભાઈ પટગીર સહિતનો સ્ટાફ પેટ્રોલિંગમાં હતો. દરમિયાન મળેલી બાતમીના આધારે નવાગામ નદીના કાંઠે મધુવન પાર્ક બ્લોક નંબર-12 માં આવેલા મકાનમાં દરોડો પાડ્યો હતો. અહીં મકાનમાંથી દારૂની 48 બોટલ તથા 208 ચપલા સહિત કુલ રૂપિયા 1.06 લાખનો દારૂનો જથ્થો મળી આવ્યો હતો.
પોલીસે દારૂના આ જથ્થા સાથે અજય કરમશીભાઈ સાકરીયા (ઉ.વ 20 રહે. મધુવન પાર્ક બ્લોક નંબર 12), સાગર સામાભાઈ જોગરાજીયા (ઉ.વ 24), સુરેશ કડવાભાઈ જોગરાજીયા (ઉ.વ 22 રહે. બંને છાસીયા તા. વીંછિયા) અને વિશાલ મનસુખ મેર (ઉ.વ 20 રહે. નવાગામ રંગીલા સોસાયટી પાણીના ટાંકા પાસે) ને ઝડપી લીધા હતા. આરોપીઓની પૂછતાછ કરતા સાગર મુખ્ય સૂત્રધાર હોવાનું માલુમ પડ્યું હતું.દારૂનો આ જથ્થો જસદણના પાતરા ગામમાંથી વેચવા માટે અહીં લાવ્યા હોવાની કબુલાત આપી હતી.
પોલીસે દારૂનો આ જથ્થો અને મોબાઈલ ફોન સહિત કુલ રૂપિયા 1,11, 272 નો મુદ્દામાલ કબજે કરી ત્યારે આરોપીઓ સામે પ્રોહિબિશન એક્ટની કલમ હેઠળ ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી કરી હતી.
દારૂના અન્ય દરોડામાં આજીડેમ પોલીસ મથકના સ્ટાફને ઢાંઢીયા ગામથી આગળ ખુલ્લા વંડામાં દરોડો પાડી અહીં વંડામાં ડુંગળીના ભુકા નીચે છુપાવેલો રૂપિયા 11,232 ની કિંમતનો 57 બોટલ દારૂનો જથ્થો ઝડપી લીધો હતો. દારૂનો આ જથ્થો
ઢાંઢીયા ગામે રહેતા રાજુ બોળીયાનો હોવાનું માલુમ પડ્યું હતું. જેથી પોલીસે તેની સામે ગુનો નોંધી તેને ઝડપી લેવા તપાસ હાથ ધરી છે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On ApplicationCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech