જામનગર શહેરમાં વિદેશી દારૂના જથ્થા સાથે ચાર પકડાયા : એક ફરાર

  • April 19, 2025 01:49 PM 

બેડી નાકા, પીઠડનગર, સુભાષપરા, સીટી આર્કેડ ખાતે એલસીબીના દરોડા : ૬૩ બોટલ અને ૧૭૬ ચપટા તથા મોબાઇલ કબ્જે


જામનગર શહેરમાં જુદા જુદા પાંચ સ્થળોએ એલસીબીની ટુકડીએ વિદેશી દારૂ અંગે દરોડા પાડીને ચાર શખ્સોને નાની મોટી બોટલો સાથે પકડી લીધા હતા જેમાં સપ્લાયરોની સંડોવણી ખુલી હતી, શહેરના કેવી રોડ ખાતે એક મકાનમાં ૩૧ બોટલ, પીઠડનગરમાં ૩૦ બોટલ, સુભાષપરામાં ૧૭૬ શરાબના ચપટા તેમજ સીટી આર્કેડ પાસે બે બોટલ દા‚રૂ‚ની જપ્ત કરવામાં આવી હતી. 


એલસીબી પોલીસે પૂર્વ બાતમીના આધારે જામનગર શહેરમાં બેડીનાકા પાસે કેવી રોડ ઉપર જાહેર સોચાલયની સામે રહેતા જગા કચરા કોળીના રહેણાંક મકાન ઉપર દરોડો પાડ્યો હતો. આ સમયે તેના મકાનમાંથી ભારતીય બનાવટની વિદેશી દા‚રૂ‚ની અલગ અલગ બ્રાન્ડની ૩૧ નંગ દા‚રૂ‚ની બોટલો કિ.૧૯,૧૩૧ મળી આવતા પોલીસે દારૂ કબજે કર્યો હતો. આ દરોડા સમયે આરોપી હાજર મળી આવતો ન હતો જેને પકડવાની કાર્યવાહી ચાલુ છે.



બીજા દરોડામાં જામનગરના મયુરનગર નવા આવાસની પાછળ પીઠડનગર ખાતે રહેતા રવિ ખેતશી ‚ડાચના મકાનમાં એલસીબીએ દરોડો પાડી ઇંગ્લીશ દા‚રૂ‚ની ૩૦ બોટલ કિ. ૧૭૧૦૮, એક મોબાઇલ મળી ૨૨૧૦૮ના મુદામાલ સાથે પકડી લીધો હતો, આ દા‚રૂ‚નો જથ્થો યાદવનગરના મયુર કરશન પાટીયા પાસેથી લઇ આવેલ હોવાનું જણાવ્યુ હતું.


આ ઉપરાંત શહેરના સુભાષપરા શેરી નં. ૨માં રહેતા વેરશી ઉર્ફે મુન્નો રમેશ ચૌહાણના મકાનમાં દા‚રૂ હોવાની બાતમીના આધારે એલસીબીએ દરોડો પાડીને ઇંગ્લીશ દા‚રૂ‚ના ૧૩૪ ચપલા, મોબાઇલ મળી કુલ ૧૮૪૦૦ના મુદામાલ સાથે પકડી લીધો હતો. આ દા‚રૂ‚નો જથ્થો નાગેશ્ર્વરના કિશન કોળી તથા જામનગર છત્રપાલ દરબાર પાસે લીધાનું જણાવ્યુ હતું. 


આ ઉપરાંત સુભાષપરા શેરી નં. ૨માં એલસીબીએ વધુ એક દરોડો પાડીને અહીં રહેતા રોહીત ઉર્ફે કાનો ચંદુ લીંબડના મકાનમાથી અલગ અલગ બ્રાન્ડના ૪૨ દા‚રૂ‚ના ચપટા સાથે પકડી લીધો હતો, જેમાં ચપટા સપ્લાય કરનાર સુભાષપરાના આફરીદી મહેબુબ દરજાદાનું નામ ખુલ્યુ હતું.


આ ઉપરાંત નવાગામ ઘેડ મધુવન સોસાયટી-૨માં રહેતા લોન કલેકશનનો ધંધો કરતા મોહિત જીતેન્દ્રસિંહ સોલંકી નામના ઇસમને વિદેશી દા‚રૂ‚ની બે બોટલ સાથે સીટી આર્કેડ બિલ્ડીંગમાં બીજા માળની ગેલેરીમાંથી સીટી-બી પોલીસે પકડી લીધો હતો.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application