રાજકોટ ગ્રામ્ય એસોજીની ટીમે ગોંડલના ભડી ટોલના કપાશે કારમાં ચાર શખસોને પિયા નવ લાખના ૩૦૧ ગ્રામ એમ.ડી. સાથે ઝડપી લીધા હતા. પોલીસે ડ્રગ્સ અને કાર મોબાઈલ અને રોકડ સહિત . ૧૫.૦૭ લાખનો મુદ્દામાલ કબજે કર્યેા હતો. આ ડ્રગ્સ રાજસ્થાનના જામજોધપુરમાં રહેતા પાસેથી લાવ્યા હતા અને ડ્રગ્સનો જથ્થો મંગાવનાર તરીકે ધોરાજીની નામચીન મહિલાનું નામ ખુલ્યું હતું. પોલીસે આ બંને સહિત ચાર શખસોને વોન્ટેડ જાહેર કર્યા છે.
જાણવા મળતી વિગતો મુજબ, રાજકોટ રેન્જ આઈજીની નિર્લિ રાય અને રાજકોટ એસપી વિજયસિંહ ગુર્જર દ્રારા સે નોટો ડ્રગ્સ અંતર્ગત ગેરકાયદે માદક પદાર્થને લગતી પ્રવૃત્તિ સદંતર નાબૂદ કરવા અને તે અંતર્ગત અસરકારક કામગીરી કરવા સૂચના આપવામાં આવી છે. જેને લઇ રાજકોટ એસઓજી પીઆઈ એફ.એ. પારગીના માર્ગદર્શન હેઠળ ટીમ પેટ્રોલિંગમાં હતી. દરમિયાન એવી બાતમી મળી હતી કે, જોધપુરથી ચાર શખ્સો ધોરાજી જઈ રહ્યા છે અને તેઓ માદક પદાર્થની હેરફેર કરવાની ફિરાકમાં હોવાનું માલુમ પડું હતું. જેથી એસોજીની અલગ અલગ ટીમ બનાવી વોચ ગોઠવી હતી. દરમિયાન ગોંડલના ભડી ટોલનાકા પાસે શંકાસ્પદ કાર પસાર થતાં પોલીસે કાર અટકાવી હતી. બાદમાં પોલીસે કારમાં સવાર શખસોની અગં જડતી લેતા આરોપીના પગમાં છુપાવેલ પિયા ૯.૦૩ લાખની કિંમતનું ૩૦૧ ગ્રામ એમ.ડી ડ્રગ્સ મળી આવ્યું હતું. જેથી પોલીસે આ ચારેય શખસોની અટક કરી હતી.
આ શખ્સોની પૂછતાછ કરતા તેના નામ મોહમ્મદ કાસીમ ઇસ્માઈલભાઈ ગરાણા (રહે. બહારપુરા, ધોરાજી), શકીલ કાદરભાઈ જેઠવા (રહે વેરાવળ), રિયાઝ કાદરભાઈ ભુવર (રહે. ફલવાડી રોડ ધોરાજી) અને અરમાન કામિલભાઈ સિપાઈ (રહે. માંગરોળ) હોવાનું માલુમ પડું હતું.આ શખ્સોની પૂછતાછ કરતા એવી હકીકત સામે આવી હતી કે ધોરાજીમાં રહેતી ક્ષાના ઉર્ફે કલી સરદારભાઈ કુરેશીએ માદક પદાર્થનો આ જથ્થો જોધપુરના અફઝલ મોહમ્મદભાઈ અયુબ પાસેથી મંગાવ્યો હતો જેમાં શકીલ કાદર જેઠવાએ મહિલાનો સપ્લાયર સાથે સંપર્ક કરાવ્યો હતો અને અરમાન સિપાઈ રાજસ્થાનથી માદક પદાર્થનો આ જથ્થો લાવ્યો હતો. માદક પદાર્થની હેરાફેરીમાં અન્ય આરોપીઓના પણ નામ ખુલ્યા છે જેમાં મોહનીશાશાહમદાર(રહે ધોરાજી), સિરાજ ઉર્ફે ભૂરો શાહમદાર(રહે ધોરાજી) પોલીસે એમડી ડ્રગ્સ કાર નંબર જીજે ૩ એનકે ૭૮૬૫ મોબાઈલ ફોન અને રોકડ રકમ સહિત કુલ પિયા ૧૫.૦૭ લાખનો મુદ્દામાલ કબજે કર્યેા છે.
પોલીસે માદક પદાર્થનો જથ્થો મંગાવનાર ધોરાજીની કસાના ઉર્ફે કલી મોહિનીશ, સિરાજ શાહ અને રાજસ્થાનના સપ્લાયરને ઝડપી લેવા તપાસ હાથ ધરી છે.
આ કામગીરીમાં એસ.ઓજી પીઆઈ એફ.એ. પારગીના માર્ગદર્શન હેઠળ પી.એસ.આઇ જી.જે. ઝાલા, પી.બી મિશ્રા, એએસઆઇ વિપુલભાઈ ગુજરાતી, પકભાઈ બોહરા, હેડ કોન્સ્ટેબલ ક્રિપાલસિંહ જાડેજા, વિજયભાઈ વેગડ, નિમેષભાઈ મહેતા, મયુરભાઈ વિરડા, વિપુલભાઈ ગોહિલ, પૃથ્વીસિંહ ડોડીયા, વિજયગીરી ગોસ્વામી, રણજીતભાઈ ધાધલ, એએસઆઈ અમુભાઇ વિરડા, કોન્સ્ટેબલ નવદીપભાઈ બાબરીયા સાથે રહ્યા હતા