BREAKING NEWS

ગોંડલમાં ખેડૂતને હનીટ્રેપમાં ફસાવી અપહરણ કરનાર બે મહિલા સહિત ચાર ઝબ્બે

  • June 12, 2026 01:41 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

ગોંડલમાંથી એક ચોંકાવનારો કિસ્સો સામે આવ્યો છે. રાજકોટ ગ્રામ્યની ગોંડલ બી ડિવિઝન પોલીસે હનીટ્રેપમાં ફસાવી, અપહરણ કરી અને બળજબરીથી પૈસા પડાવતી એક ગેંગનો ગણતરીના કલાકોમાં જ પર્દાફાશ કર્યેા છે. પોલીસે આ ગંભીર ગુનામાં સંડોવાયેલા ૪ આરોપીઓને ઝડપી પાડીને કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.
ગોંડલ બી ડિવિઝન પોલીસ સ્ટેશનમાં નોંધાયેલી ફરિયાદ મુજબ, એક ખેડૂતને આ ગેંગ દ્રારા શિકાર બનાવવામાં આવ્યો હતો. આરોપી સંગીતાએ ખેડૂતને પોતાની પ્રેમ જાળમાં ફસાવીને ગોંડલ બોલાવ્યો હતો. યારે ખેડૂત ત્યાં પહોંચ્યો ત્યારે આરોપી ઇમરાન અને તેની માતાએ ખેડૂતને છરી બતાવીને જાનથી મારી નાખવાની ધમકી આપી હતી. એટલું જ નહીં, આરોપીઓએ એમ પણ કહ્યું હતું કે તેમણે અગાઉ ૯ મર્ડર કર્યા છે અને આ ૧૦ મું થશે, અને ખોટા બળાત્કારના કેસમાં ફસાવી દેવાની ધમકી પણ આપી હતી.
આરોપીઓએ મમાં ગોંધી રાખીને પહેલા ૪૦૦૦ પિયા રોકડા પડાવી લીધા ત્યારબાદ ૫ લાખ પિયાની માંગણી કરી ખેડૂત પાસે રોકડા ન હોવાથી તેની ૪ લાખ પિયાની કિંમતની ક્રેટા કાર બળજબરીથી પડાવી લીધી. ત્યારબાદ અન્ય એક આરોપી દશરથ સાથે મળીને ખેડૂતનું તેની જ કારમાં અપહરણ કરી, બળજબરીથી લખાણ પર સહીઓ કરાવી લીધી હતી.
આ ગંભીર ઘટનાની જાણ થતાં જ ગોંડલ બી ડિવિઝનના પોલીસ ઇન્સ્પેકટર જે.આર. ઝાલા અને તેમની ટીમે સીસીટીવી ફટેજ અને હ્યુમન સોર્સીસના આધારે તપાસનો ધમધમાટ શ કર્યેા હતો. ગણતરીના કલાકોમાં જ પોલીસે તમામ ૪ આરોપીઓ જેવાકે દશરથભાઈ જેન્તીભાઈ સરવૈયા (રહે. નવાગામ, રાજકોટ), ઇમરાન મહેમુદશા શાહમદર (રહે. નવાગામ, રાજકોટ), હસીનાબેન મહેમુદશા શાહમદર (રહે. નવાગામ, રાજકોટ), સંગીતાબેન મયુરભાઈ અગેચણીયા (રહે. નવાગામ, રાજકોટ) ને દબોચી લીધા હતા. અને પોલીસે આરોપીઓ પાસેથી ૪ લાખની ક્રેટા કાર, એક સીએનજી રીક્ષા, એક એકટીવા, ૫ મોબાઈલ ફોન, ગુનામાં વપરાયેલ છરી, રોકડા પિયા ૪૦૦૦ અને લખાણ કરેલા કાગળો મળી કુલ પિયા ૫,૫૧,૦૫૦– નો મુદ્દામાલ જ કર્યેા છે



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application