રાણીકામાંથી જાહેરમાં જુગારની બાજી માંડી બેઠેલા ચાર ઝડપાયા, એક ફરાર

  • June 02, 2025 04:30 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

શહેરના રાણીકા વિસ્તારમાંથી રોકડ રૂ.૧૦,૨૬૦ નાં મુદ્દામાલ સાથે ગંજીપત્તાનો હાર-જીતનો હાથકાંપનો જુગાર રમતા ચાર શખ્સોને એલસીબીએ ઝડપી લીધા હતા. જ્યારે અન્ય એક થાપ આપી નાસી છૂટ્યો હતો.
ભાવનગર એલ.સી.બી. પોલીસ સ્ટાફનાં માણસો ભાવનગર શહેર વિસ્તારમાં પેટ્રોલીંગમાં હતાં.તે દરમ્યાન *બાતમી મળેલ કે, ભાવનગર,રાણીકા, ઘાસલેટવાળા ડેલાની બાજુમાં, બહુચરમાંના મંદિર સાામે જાહેર જગ્યામાં અમુક શખ્સો   ભેગા થઇ  કુંડાળુ વળી ગંજીપતાનાં પાનાં પૈસા વડે હાર-જીતનો હાથકાંપનો જુગાર રમે છે. જે બાતમી અંગે રેઇડ કરી અશરફ અલ્લારખભાઇ પાંચા (ઉ.વ.૪૫ ધંધો- ફ્રુટનો વેપાર રહે.કંસારા શેરી, લીંબડીવાળી માર્કેટ, રાણીકા, ભાવનગર), નટુ ધનજીભાઇ મકવાણા (ઉ.વ.૫૬ ધંધો-છુટક મજુરી રહે.ઘાસલેટવાળો ડેલો, રાણીકા, ભાવનગર), ભોપા કેશુભાઇ રાઠોડ (ઉ.વ.૫૬ ધંધો-મજુરી રહે.દાંતિયાવાળી શેરી, મામા કોઠા પાસે, ભાવનગર),  ભાણજી જીણાભાઇ બારૈયા (ઉ.વ.૫૯ ધંધો-મજુરી રહે.પટેલ ફળી, રાણીકા ગેટ, કરચલીયા પરા, ભાવનગર)ને ઝડપી લીધા હતા જ્યારે રેઇડ દરમ્યાન   વાલજી માવજીભાઇ મકવાણા (ઉ.વ.૫૬ ધંધો-ઘંટી ચલાવવાનો રહે.લવીંગીયા ચકંદાની શેરી, મામા કોઠા રોડ, ભાવનગર)એલસીબીને થાપ આપી નાસી છૂટ્યો હતો. પટમાંથી ગંજીપત્તાના પાના અને  રોકડ રૂ.૧૦,૨૬૦ તેમજ એક  ધાબળો  મળી કુલ કિં.રૂ.૧૦,૨૬૦ નો મુદ્દામાલ કબ્જે કરી નાસી છૂટેલા વાલજીજીણા બારૈયાને ઝડપી લેવા તજવીજ હાથ ધરી હતી.
આ કામગીરીમાં પોલીસ ઇન્સ. એ.આર.વાળાના  માર્ગદર્શન હેઠળ સ્ટાફના બાવકુદાન કુંચાલા, વિરેન્દ્દસિંહ ઘનશ્યામસિંહ, એજાજખાન પઠાણ અને  માનદિપસિંહ ગોહિલ સહિતના જોડાયા હતા.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application