બુતાવદરની સીમમાં તીન પત્તીની મોજ માણતા ચારની ધરપકડ

  • July 07, 2021 10:21 AM 

બે બાઇક અને સાડા પાંચ હજારની રોકડ સહિતનો મુદ્દામાલ મળી આવ્યો

શેઠ વડાળા પંથકના બુટાવદર ગામની રોજમારી સીમમાં જાહેરમાં તીનપત્તીનો જુગાર રમતા ચાર શખ્સોને રોકડ અને બે બાઇક મળીને કુલ ૩૦ હજારના મુદ્દામાલ સાથે પકડી લેવામાં આવ્યા હતા.

જામજોધપુર તાલુકાના બુટાવદર ગામ ની રોજ મારી સીમમાં વાડીની બાજુમાં આવેલા લીમડાના ઝાડ નીચે લીંબુ ના અજવાળે જાહેરમાં તીનપત્તીનો જુગાર રમાતો હોવાની બાતમીના આધારે શેઠ વડાળા પોલીસે દરોડો પાડીને તીનપત્તીનો જુગાર રમતા બુટાવદર ગામ ના પ્રવીણ બચુ મકવાણા, દિનેશ અમરા મકવાણા, લાખા અરજણ કાંબરીયા, વજસી ગોવા ગોજીયા, નામના શખ્સોને રોકડ રૂપિયા 5550 અને બે મોટરસાઇકલ, ગંજીપતા મળીને કુલ 30550 ના મુદ્દામાલ સાથે પકડી લીધા હતા જુગારધારા તેમજ જાહેરનામા ભંગ સબબ કાર્યવાહી કરવામાં આવી હતી.


લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


કોરોના અંગેના મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  99251 12230  

View News On Application
RELATED NEWS