મોરબી હત્યા પ્રકરણમાં ઝડપાયેલ પત્ની સહિતના ચાર ઈસમો જેલ હવાલે

  • March 09, 2021 11:11 AM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

મોરબીના કાંતિનગર વિસ્તારમાં પત્નીએ પ્રેમી સાથે મળીને પતિને મોતને ઘાટ ઉતારી દીધાની ઘટનામાં પોલીસે તપાસ ચલાવી હતી જે હત્યા પ્રકરણમાં પોલીસે હત્યારી પત્ની, પત્નીના પ્રેમી સહીત ચાર ઇસમોને ઝડપી લીધા બાદ રિમાન્ડ મેળવ્યા હતા જે રિમાન્ડ આજે પૂર્ણ થતા ચારેય આરોપીને જેલહવાલે કર્યા છે.


 મોરબીના કાંતિનગર વિસ્તારમાં એક વ્યક્તિને જમીનમાં ખાડો કરી દાટી દીધો હોવાનો મામલો સામે આવતા પોલીસ દોડતી થઇ હતી અને ખાડો કરીને દાટી દીધેલ મૃતક યુવાન કબીર ટેકરી વિસ્તારમાં રહેતો શૈલેષ અગેચણીયા હોવાનું ખુલ્યું હતું અને મૃતક યુવાનની પત્ની યાસ્મીન ઉર્ફે આરતી અગેચણીયા અને તેના પ્રેમી જુમા સાજણ માજોઠીએ મોતને ઘાટ ઉતારી ખાડો કરીને દાટી દીધાનું ખુલ્યું હતું પત્ની યાસ્મીન ઉર્ફે આરતીએ જુમાં માજોઠી સાથે ઘર માંડી રહેતી હોય જે પતિને ગમતું ના હોય જેથી પ્રેમી સાથે મળીને મોતને ઘાટ ઉતાર્યો હતો જે બનાવ અંગે મૃતકની બહેને પોલીસ ફરિયાદ નોંધાવતા પોલીસે તપાસ ચલાવી હતી  પી.આઈ આઈ એમ કોઢિયાની ટીમે હત્યાની તપાસ ચલાવી હતી જે હત્યામાં બેથી વધુ શખ્શોની સંડોવણી હોવાની થીયરી સાથે પોલીસે તપાસ ચલાવી હતી જેમાં આરોપી જુમા માજોઠી અને શાહરૂખ મેહબૂબ મેમણ એમ બે ઇસમોને ઝડપી લઈને કોર્ટમાં રજુ કરતા સોમવાર સુધીના પોલીસ રિમાન્ડ પર સોપવામાં આવ્યા હતા બાદમાં હત્યારી પત્ની યાસ્મીન ઉર્ફે આરતી શૈલેશ અગેચણીયા અને શોયેબ ઈબ્રાહીમ માજોઠી રહે બંને કાંતિનગર વાળાને ઝડપી લઈને સોમવાર સુધીના રિમાન્ડ મેળવ્યા હતા જે ચારેય આરોપીના રિમાન્ડ પૂર્ણ થતા આજે આરોપીઓને કોર્ટમાં રજુ કરી જેલહવાલે કરવામાં આવ્યા છે.આરોપીઓએ યુવાનની હત્યા કર્યા બાદ ખાડો ખોદી મૃતદેહ દાટી દીધો હોય જેથી પોલીસે રિમાન્ડ દરમિયાન ત્રિકમ, પાવડો તેમજ રસ્સી સહિતના સાધનો કબજે લીધા છે અને આરોપીઓને જેલહવાલે કરવામાં આવ્યા હોવાનું પીઆઈ આઈ એમ કોઢિયાએ જણાવ્યું હતું.


લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


કોરોના અંગેના મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  99251 12230  

View News On Application
RELATED NEWS