મુકેેશ પુરી, ભીમજીયાણી સહિત ચાર આઈએએસ, આઈપીએસ આજે નિવૃત

  • January 31, 2024 01:24 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

ગુજરાત સરકારની સેવામાં રહેલા ટોચના ચાર આઇએએસ અધિકારી અને એક આઈપીએસ અધિકારી વય મર્યાદાના કારણે નિવૃત્ત થઈ રહ્યા છે. પરિણામે આજે રાય મંત્રી મંડળની બેઠકમાં ચાર સિનિયર આઈએસ અધિકારીઓને નિવૃત્ત વિદાયમાં આપવામાં આવશે. આજે નિવૃત્ત થઈ રહેલા ગુજરાત રાયના ગૃહ વિભાગના અધિક મુખ્ય સચિવ મુકેશપુરીનો સમાવેશ થાય છે. મુકેશપુરી પાસે જીએસએફસી સરદાર સરોવર નિગમના મેનેજિંગ ડાયરેકટરનો વધારાનો હવાલો પણ છે. સરકારની ગુડબુકમાં રહેલા મુકેશ પુરીને એકસટેન્શન આપવામાં આવશે કે વિદાય તેનું છેલ્લી ઘડીનું સસ્પેન્સ હતું પરંતુ તેને આજે કેબિનેટની બેઠકમાં વિદાયમાન અપાઈ ગયું છે.

આ ઉપરાંત નાણા વિભાગના ખર્ચ સચિવ કે એ ભીમજીયાણી ગુજરાત ટ્રાન્સપોર્ટ કોર્પેારેશનના વડા એ બે ગાંધી અને માહિતી વિભાગના ડિરેકટર ડી કે પારેખ પણ આજે નિવૃત્ત થઈ રહ્યા છે.અત્રે નોંધવું જરી છે કે મુકેશપુરી ગુજરાત સરકારના સૌથી સિનિયર અને ભરોસાપાત્ર અધિકારીઓમાંના એક છે મોળા અનુભવની સાથે એકી સાથે ત્રણ જગ્યાનો હવાલો હોવાથી તેમને એકસટેન્શન આપવાની દિશામાં સરકારે વિચારણા કરી હોવાની ચર્ચા હતી પણ એવું કશું થયું નથી.

બીજી બાજુ ફેબ્રુઆરીના પ્રથમ સાહમાં રાય સરકાર ૨૦૨૪–૨૫નું વર્ગગાળાનું બજેટ રજૂ કરશે આ સ્થિતિમાં ખર્ચ સચિવ કે એમ ભીમજીયાણી નિવૃત થતા હોવાથી તાકીદે તેમની જગ્યા ખાલી પડેલી પોસ્ટ પર નિમણૂક કરવી પડશે.
ગુજરાત એસટી નિગમના મેનેજિંગ ડાયરેકટર એમ એ ગાંધી પણ નિવૃત થયેલા છે તેમની સ્થાને કોઈની નિમણૂક થાય તેવી શકયતા છે ગાંધીની ગુજરાતમાં રેરામાં નિમણૂક આપવામાં આવી છે એટલે નિવૃત્ત પછી રેરાની કામગીરી ચાલુ રાખે તેવી શકયતા છે. માહિતી વિભાગના વડા ડી.કે. પારેખ નિવૃત થઇ રહ્યા છે તે પણ નિવૃત્તિ પછી મુખ્યમંત્રી કાર્યાલયમાં ઓફિસરો ડુટી તરીકે કરાર આધારિત નિમણુક આપવામાં આવે તેવી શકયતા જોવાઈ રહે છે પણ માહિતી ખાતામાં કોઈ નવા અધિકારીને લાવવામાં આવે તેવી ચર્ચા સચિવાલયમાં ચાલી રહી છે.જેનો સાજે ઓર્ડર થશે.

સુરત પોલીસ કમિશનર અજય તોમર આ આજે નિવૃત્ત થઈ રહ્યા છે સુરત રેન્જ ઇન્સ્પેકટર જનરલ ચંદ્રશેખર સીબીઆઈ માટે ડેપ્યુટેશન પર જોડાયેલા છે. આ જગ્યા ખાલી પડેલી છે આ ઉપરાંત અમદાવાદ ગ્રામ્ય, આણદં અને મહેસાણાના એસપી ની જગ્યાઓ પણ ખાલી છે સૂત્રોએ જણાવ્યું છે કે વિધાનસભાના બજેટ સત્ર બાદ રાયમાં અધિકારીઓ અને પોલીસમાં એકમમાં બદલી અંગેના ઓર્ડર આવે એવી શકયતા છે. રાયમાં અત્યારે જરિયાત કરતાં વધારે આઈએએસ અધિકારીઓની સંખ્યા ઓછી હોવાથી એક અધિકારી પાસે વધુ વિભાગના અને નિગમના ચાર્જ છે આથી કેટલાક વિભાગમા નિવૃત્ત અધિકારીઓને એકસટેન્શન કે કરાર આધારિત નિમણુક આપવામાં આવે તેવી શકયતા જોવાય રહી છે.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application