રાજકોટ શહેર પોલીસ કમિશનર , જોઈન્ટ પોલીસ કમિશનર, ડીસીપી ક્રાઇમ એસીપી ક્રાઈમ દ્વારા શહેરમાં ગેરકાયદેસર ઘુસણખોરી કરતા બાંગ્લાદેશી યુવક અને યુવતીઓ રાજકોટના મેટોડા શાપર વેરાવળ તેમજ શહેરના છેવાડાના વિસ્તારોમાં મજૂરી કામ કરવાની આડમાં ઘૂસણખોરીના કારસ્તાનને ડામી દેવા કરેલા આદેશના પગલે એસ ઓ જી બ્રાન્ચના પીઆઇ સહિત ની ટીમે ચોક્કસ બાતમીના આધારે આજીડેમ વિસ્તારમાં દરોડો પાડી ચાર બાંગ્લાદેશી યુવતીઓને ઝડપી લીધી હતી.
પોલીસ સૂત્રોમાંથી મળતી વિગતો મુજબ રાજકોટ શહેરના ડીસીપી ક્રાઈમ જગદીશ બાંગરવા ની સૂચનાથી એસીપી ક્રાઈમ બીબી બસીયાના માર્ગદર્શન હેઠળ શહેર એસ ઓ જી બ્રાન્ચ ના પીઆઇ સંજય સિંહ જાડેજા અને ટીમ વિસ્તાર પેટ્રોલિયમમાં નીકળ્યા હતા.
તે દરમિયાન હકીકત મળી હતી કે ચાર દિવસ પૂર્વે ચાર જેટલી બાંગ્લાદેશી યુવતીઓ રાજકોટના આજીડેમ પોલીસ મથકના છેવાડાના વિસ્તાર ગણાતા કોઠારીયા વિસ્તારમાં જુદી જુદી જગ્યાએ મજૂરી કામ અર્થે ગેરકાયદેસર રીતે રાજકોટમાં પૂરી કરી છે.
ઉપરોક્ત ચોક્કસ બાતમીના પગલે પીઆઇ એસ એમ જાડેજા, પીએસઆઇ ધ્રાંગુ પીએસઆઇ એમ વી જાડેજા, અરૂણભાઇ બાંભણિયા, સહિતની એસઓજીની ટીમે દરોડો પાડી ચાર બાંગ્લાદેશી યુવતીઓને ગેરકાયદેસર ઘુસણખોરી કરવા બદલ ઝડપી પાડી હતી.
ઝડપાયેલી ચારે બાંગ્લાદેશી યુવતીઓની પ્રાથમિક પૂછપરછમાં મધ્ય પ્રદેશ ના ઇન્દોર મહારાષ્ટ્રના મુંબઈ તેમજ કોલકત્તા થી રાજકોટમાં મજૂરી કામ કરવા અર્થે આવી હોવાની કબુલાત આપતા ચારેયની અટકાયત કરી તેને પરત બાંગ્લાદેશ મોકલવા માટે ડિપોર્ટ અંગેની કાર્યવાહી હાથધરી હતી.
આઠ માસ પૂર્વે 25 થી 26 જેટલા બાંગ્લાદેશી એસઓજીએ પકડેલા
રાજકોટ શહેરમાં બાંગ્લાદેશી ઘોષણખોરો એ પગ પેસરો કર્યાના એટીએસના ઇનપુટ ના આધારે શહેર એસઓજી બ્રાન્ચે આઠ માસ પૂર્વે એ ડિવિઝન પોલીસ મથકના તેમજ આજીડેમ પોલીસ મથકના જુદા જુદા શ્રમિક વિસ્તારોમાં અલગ અલગ ટીમો દ્વારા રેડ કરી 25 થી 26 જેટલા બાંગ્લાદેશી ઘોષણખોરીને ઝડપી ડીપોર્ટની કાર્યવાહી કરી પરત બાંગ્લાદેશ રવાના કર્યા હતા.