રિલાયન્સ દ્વારા નિર્માણ પામનાર નવાણિયા ગૌશાળાનો શિલાન્યાસ સમારોહ
…
અનંત અંબાણીના જન્મદિવસે પશુપાલકોને મળી ભેટ
…
જામનગર તા.૯
જામનગર જિલ્લાના લાલપુર તાલુકાના નવાણિયા ખાતે શ્રી અનંત અંબાણીના જન્મદિન નિમિત્તે નવી ગૌશાળાનો શિલાન્યાસ કરાયો હતો. રિલાયન્સના ગ્રુપ પ્રેસિડેન્ટ શ્રી ધનરાજભાઈ નથવાણીના માર્ગદર્શનમાં સામાજિક ઉત્તરદાયિત્વના ભાગ રૂપે નવાણિયાને આ સુવિધા ઉપલબ્ધ થશે.
ઉલ્લેખનીય છેકે, ફળદ્રુપ જમીન ધરાવતા નવાણિયા ગામના ખેડૂતો માટે વિવિધ પ્રકારના પાકની ખેતી ઉપરાંત પશુપાલન આજીવિકાનો મુખ્ય આધાર છે. અહીંના ગ્રામજનો પેઢીઓથી ખેતી અને પશુપાલન કરે છે.
ગ્રામ પંચાયત અને પશુપાલકોની વિનંતીના આધારે રિલાયન્સ દ્વારા નવાણિયા ખાતે 5800 ચોરસ ફૂટના બિલ્ટ-અપ વિસ્તાર સાથે નવી ગૌશાળાનું બાંધકામ હાથ ધરવામાં આવ્યું છે જે 60 થી વધુ ગાયોને આશ્રય આપશે.
શિલાન્યાસ સમારોહમાં શાસ્ત્રી શ્રી રાજેશ રાજ્યગુરુ, રિલાયન્સના અધિકારીઓ અને ગ્રામજનો ઉપસ્થિત રહ્યા હતા. બાંધકામ પૂર્ણ થયા બાદ આ ગૌશાળા ગ્રામ પંચાયત અને ગ્રામજનોને સોંપવામાં આવશે.
૰૰૰
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationબનાસકાંઠાના સરહદી 24 ગામોમાં તાત્કાલિક બ્લેકઆઉટ જાહેર, અફવાઓથી દૂર રહેવા કલેક્ટરની અપીલ
May 10, 2025 10:07 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech