નેપાળ, ભૂટાન અને તિબ્બેટ બોર્ડર ઉપર થશે કિલ્લાબંધી ગૃહમંત્રાલયે આપી 13000 જવાનોને તૈનાત કરવાની મંજૂરી

  • March 03, 2021 09:53 AM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

કેંદ્ર સરકારે નેપાળ અને ભૂટાનની બોર્ડરની રક્ષા કરવા માટે એસએસબીની એક ડર્ઝનથી વધુ બટાલિયનોની મંજૂરી આપી દીધી છે. સરકારે સિક્કિમમાં ટ્રાઈ જંકશન ક્ષેત્ર જે ભૂટાન અને તિબ્બેટને જોડે છે. તેના સહિત અનેક મોર્ચા ઉપર કિલ્લાબંધી કરવા માટે 13000થી વધુ જવાનોને આ માટે સામેલ કરવાનો નિર્ણય કર્યો છે. જોકે ગૃહ મંત્રાલયએ એસએસબી માટે નવા ક્ષેત્રનું નિર્માણ કરવાથી મનાઈ કરી દીધી છે. વિભાગે એસએસબીને ત્રણ નવા ક્ષેત્રોમાંથી એક બનાવવાની પરવાનગી છે.

 

એસએસબી પાસે લગભગ 90 હજાર કર્મીઓની તાકાત છે. નેપાળ સાથે 1,751 કિલોમીટરના ખુલ્લા ભારતીય મોર્ચા અને ભૂટાન સાથે જોડાયેલા લગભગ 699 કિલોમીટર લાંબી બોર્ડરની સુરક્ષાની જવાબદારી છે. એસએસબીના મહાનિર્દેશક કુમાર રાજેશ ચંદ્રાએ જણાવ્યું હતું કે 12 નવી બટાલિયનને આગલા ચાર વર્ષમાં સીમાની સુરક્ષા માટે તૈનાર કરાશે. પ્રત્યેક વર્ષ ત્રણ બટાલિયન મોર્ચા ઉપર તૈનાત કરાશે. આ પરંપરા ચાર વર્ષો સુધી ચાલશે. એક બટાલિયનમાં 1000થી વધુ કર્મૈઓની તાકાત હોય છે. આ માટે સરકારનું સમર્થન પ્રાપ્ત છે. એસએસબને બટાલિયન વધારવાની મંજૂરી મળી ગઈ છે. જે બોર્ડર પરની સુરક્ષાને વધુ મજબૂત કરશે.

 

ગૃહ મંત્રાલયના એક આધિકારિક પ્રસ્તાવ અનુસાર નવી બટાલિયનનો ઉપયોગ બોર્ડર ઉપર રહેલી ચોકીની અછતને ઘટાડવા માટે કરવામાં આવશે. સાથે તેનો ઉપયોગ નેપાળ અને ભૂટાન સાથે વેપાર અને યાત્રા માર્ગોને મજબૂત કરવા અને સિક્કિમમાં ત્રિકોણિય જંકશન્માં એસએસબીની તાકાત મજબૂત કરવા માટે થશે. ત્રિકોણીય જંકશનમાં ક્ષેત્ર ભારત, ભૂટાન અને તિબ્બેટ વચ્ચેનો પ્લેટેઉ છે. એસએસબી દક્ષિણ સીમા ઉપર તેની નીચે તૈનાત છે.

 


લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


કોરોના અંગેના મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  99251 12230  

View News On Application