નવરાત્રિ અને દિવાળી દરમિયાન કાયદો અને વ્યવસ્થાની પરિસ્થિતિ ખાડે જાય નહી તે માટે એકશન પ્લાન ઘડો

  • September 19, 2024 03:17 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)


પોરબંદર શહેર અને જિલ્લામાં નવરાત્રિ અને દિવાળી દરમિયાન કાયદો અને વ્યવસ્થાની પરિસ્થિતિ ખાડે જાય નહી તે માટે એકશન પ્લાન ઘડવા માટે માંગ થઇ છે.
ભારતીય કિશાન સંઘના પ્રદેશ કોર સમિતિના સદસ્ય નાગાજણ સુધાભાઇ જેઠવાએ કરેલી રજૂઆતમાં જણાવ્યુ છે કે આગામી દિવસોમાં પોરબંદરના શહેરી તેમજ ગ્રામ્ય વિસ્તારમાં શ્રધ્ધા ભક્તિ અને આસ્થા સાથે ત્રણે તાલુકાઓ પોરબંદર, રાણાવાવ, કુતીયાણામાં ધામધુમપૂર્વક નવદુર્ગા માતાજીના નવરાત્રિ શારદીય ઉત્સવ ઉજવાય છે.
તેથ પોરબંદર જિલ્લામાં કાયદો વ્યવસ્થા કડક રીતે જળવાય, સુલેહ શાંતિ જળવાઇ રહે, જાહેર જનતા સલામતી અને સુરક્ષા અનુભવે.
 તે માટે અસામાજિક તત્ત્વો, લુખ્ખા તત્ત્વો, દા‚ડીયાઓ અને બુટલેગરો ધુમ બાઇક ચાલકો ‘બડે બાપ કી બીગડી હુઇ ઔલાદ’ રોમીયોને પોલીસ કાયદાનું ભાન કરાવે. 
એ જ રીત ટ્રાફિકનું યોગ્ય નિયમન, રોડ સલામતી અને સુરક્ષા યોગ્ય પાર્કિંગની વ્યવસ્થા તંત્ર અને પોલીસ દ્વારા કરવામાં આવે. નવરાત્રિ દરમિયાન શહેરી તેમજ ગ્રામ્ય વિસ્તારમાં ગરબી દરમિયાન યોગ્ય પોલીસ બંદોબસ્ત આપવામાં આવે. 
નવરાત્રિ ઉત્સવ રાત્રિના સમયે ઉજવાતો હોય તેથી તમામ લોકો નિર્ભય બની ઉત્સવ માણી શકે.
 તે માટે ઓવરસ્પીડમાં ચાલતા વાહનો, દા‚ પીને વાહન ચલાવનારા નબીરાઓ, ધુમ બાઇક ચાલકો સામે પોલીસ કડક કાનૂની કાર્યવાહી કરે, જિલ્લામાં અનેક વાહનો, હેડલાઇટ, ટેઇલલાઇટ, ઇન્ડીકેટર, ફલેશર લાઇટ, બ્રેકલાઇટ અને રેડીયમ પટ્ટી વગરના જાહેર રસ્તા ઉપર દોડે છે આવા વાહનો સામે કાનૂની કાર્યવાહી કરવા અમારી માંગ છે. ઉપરોકત બાબત  જાહેર જનતાના હિતમાં હોય નાગરિક સલામતી અને સુરક્ષા બાબતે હોય આપના સ્થાનેથી યોગ્ય કાનૂની કાર્યવાહી કરવા ભારતીય કિશાન સંઘના પ્રદેશ કોર સમિતિના સદસ્ય નાગાજણ સુધાભાઇ જેઠવાએ  માંગ કરી છે.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application
Recent News