રાજકોટમાં મિત્રતાના દાવે આર્થિક મદદ માટે લીધેલા રૂ. ૩.૧૫ લાખ પરત કરવા આપેલો ચેક રિટર્ન થવાના કેસમાં કોર્ટે પૂર્વ મિત્રને એક વર્ષની સજા અને ચેક મુજબનું વળતર એક માસમાં ન ચુકવે તો વધુ એક માસની જેલની સજાનો હુકમ કર્યો છે.
આ કેસની હકીકત મુજબ, રાજકોટમાં કાલાવડ રોડ પર નવદુર્ગાપરામાં રહેતા રમેશભાઈ ઠુંગાએ આર્થિક જરૂરીયાત ઉપસ્થિત થતા મિત્રતાના દાવે યુનિવર્સિટી રોડ ઉપર અર્ચના પાર્કમાં રહેતા જેન્તીભાઈ એલ. દોંગા પાસેથી હાથ ઉછીના રૂ. ૩.૧૫ લાખ લીધા હતા. જે રકમ પરત કરવા માટે રમેશ ઠુંગાએ ચેક આપ્યો હતો. જે ચેક બેંકમાંથી વગર વસુલાતે પરત ફર્યો હતો. જે અંગે લીગલ નોટીસ પાઠવવા છતા સમય મર્યાદામાં રકમ નહિ ચૂકવતા રમેશ ઠુંગા સામે જેન્તીભાઈ દોંગાએ
કોર્ટમાં ચેક રિટર્નની ફોજદારી ફરિયાદ દાખલ કરી હતી. જે કેસ ચાલવા ઉપર આવતા બન્ને પક્ષોની રજુઆત બાદ ફરીયાદીના એડવોકેટ દ્વારા કરવામાં આવેલ લેખીત મૌખીક દલીલ તેમજ દસ્તાવેજી પુરાવાના આધારે કોર્ટ દ્વારા આરોપી રમેશ ઠુંગાને ધી નેગોશીએબલ ઈન્સ્ટ્રુમેન્ટ એકટની કલમ ૧૩૮ હેઠળ તકસીરવાર ઠરાવી એક વર્ષની કેદની સજા અને ચેકની રકમ રૂ. ૩.૧૫ લાખ વળતર પેટે એક મહિનામાં ન ચુકવે તો વધુ એક માસની જેલની સજાનો હુકમ કર્યો છે. આ કેસમાં ફરિયાદી તરફે એ.પી. લો હાઉસના એડવોકેટ અનીલ આર. પણસારા અને તૃપ્તિ અનીલ પણસારા રોકાયા હતા.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationખ્યાતિ હોસ્પિટલ કાંડના આરોપી કાર્તિક પટેલને બે દિવસના હંગામી જામીન મંજૂર
May 13, 2025 07:38 PMશું વેચાવા જઈ રહી છે યસ બેંક? જાપાનની આ બેંક ખરીદશે હિસ્સેદારી
May 13, 2025 07:24 PMબ્રિટનના PM કીર સ્ટાર્મરના ઘરમાં લાગી આગ, ટેરર એંગલથી તપાસમાં એક આરોપીની ધરપકડ
May 13, 2025 07:21 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech