કોહલી પર પૂર્વ ક્રિકેટરની કમેન્ટ આટલી સુંદર પત્ની વાળો ડિપ્રેશનમાં કેવી રીતે જઈ શકે?

  • February 28, 2021 01:32 AM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

ભારતીય ક્રિકેટ ટીમના કેપ્ટન વિરાટ કોહલીનો વર્ષ ૨૦૧૪નો ઇંગ્લેન્ડનો પ્રવાસ તેના કરિયરનો સૌથી અઘરો સમય રહ્યો હતો. ઇંગ્લેન્ડ સામે ટેસ્ટમાં તેના બેટમાંથી રન જ નીકળ્યા નહોતા. કોહલી એ બાબતે તાજેતરમાં ખુલાસો કર્યો હતો કે ખરાબ પ્રદર્શનના કારણે તે ડિપ્રેશનનો શિકાર બન્યો હતો. કોહલીના આ નિવેદન બાદ ફેંસ અને ખેલાડીઓ ચોકી ઉઠયા હતા.

 

કોહલીના આ ખુલાસા ઉપર પૂર્વ વિકેટકીપર ફારુક એન્જિનિયરે પ્રતિક્રિયા પણ આપી હતી. ફારૂક એ વિરાટાને પૂછ્યું હતું કે, જ્યારે તમારી પાસે આટલી સુંદર પત્ની છે, ત્યારે તમે ડિપ્રેસ  કેવી રીતે થઈ શકો? તમે પિતા પણ બની ચૂક્યા છો. ઈશ્વર પ્રતિ આભારી થવા માટે તમારી પાસે અનેક કારણ છે, ત્યારે ડિપ્રેશન કેવી રીતે આવી શકે? પૂર્વ વિકેટકીપરએ કહ્યું હતું કે, ડિપ્રેશન પશ્ચિમી દેશોમાં સૌથી વધારે જોવા મળે છે. ત્યાં વધારે આ બાબતે ચર્ચાઓ થાય છે, પરંતુ મન કોઈ પણ જાણી શકે નહીં.  ફારુક એન્જિનિયરે કહ્યું હતું કે, આપણે ભારતીયોના શરીરમાં ખરાબી સામે લડવાની વધુ તાકાત છે. આપણે ઉતાર-ચઢાવ જોઈએ છીએ અને તેની સામે લડવાની પણ ક્ષમતા રાખીએ છીએ.

 

ઉલ્લેખનીય છે કે વિરાટ કોહલીએ પોતાના ડિપ્રેશનમાં જવાની બાબતે કહ્યું હતું કે 2014માં ઇંગ્લેન્ડના પ્રવાસે એવો સમય હતો ત્યારે, કશું પણ બદલી શકતો નહોતો. મને હું દુનિયાનો એકલો વ્યક્તિ અનુભવાતો હતો. અનહદ એકલતા આવતી હતી. હું એવું નથી કહેતો કે મારી પાસે ત્યારે લોકો નહોતા પરંતુ એવી સ્થિતિ નહોતી કે કેવા સમયમાંથી હું પસાર થઈ રહ્યો છું એ કોઈને કહી શકું.


લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


કોરોના અંગેના મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  99251 12230  

View News On Application