રાજકોટ શહેરમાં રહેતા અને ભારતીય ક્રિકેટના નામાંકિત પૂર્વ ટેસ્ટ ખેલાડી ચેતેશ્વર પૂજારાના હરિહર સોસાયટીમાં રહેતા સગાસાળાએ પોતાના ઘરે સુસાઈડ નોટ લખી ગળાફાસો ખાઈ લેતા ગંભીર હાલતમાં સારવાર અર્થે વોકહાર્ટ હોસ્પિટલ ખસેડવામાં આવતા સારવાર દરમિયાન મોત નીપજતા આપઘાતના પગલે માલવીયાનગર પોલીસ મથકનો કાફલો ઘટના સ્થળે તેમજ હોસ્પિટલ ખાતે દોડી જઇ આપઘાત પૂર્વે લખેલ સુસાઇડ નોટ કબજે કરવા કાર્યવાહી હાથ ધરતા આબનાવે ચકચાર જગાવી છે.
પોલીસ સૂત્રોમાંથી મળતી વિગતો મુજબ રાજકોટ શહેરના હાર્દ ગણાતા કાલાવડ રોડ અને અમીન માર્ગ વચ્ચે શહેરના ટોચના નામાંકિત રાજકારણીઓ તબીબો તેમજ ઉદ્યોગપતિઓ રહેતા હોય તેવી હરિહર સોસાયટીમાં રહેતા અને ભારતીય ક્રિકેટ ટીમના પૂર્વ ટેસ્ટ ખેલાડી ચેતેશ્વર પુજારાના સગા સાળા જીત રસિકભાઈ પાબારી ઉંમર વર્ષ 30 વાળાએ પોતાના ઘરે ગળાફાંસો ખાઇ આપઘાત કરી લીધાના સમાચારે માલવિયાનગર પોલીસ મથકના અધિકારીઓ તેમજ ઇન્વે સ્ટાફ ઘટના સ્થળે અને હોસ્પિટલ ખાતે દોડી ગયો હતો.
પોલીસની પ્રાથમિક તપાસમાં જાણવા મળ્યું હતું કે જીતે આપઘાત પૂર્વે એક સુસાઇડ નોટ લખ્યા બાદ પગલું ભરી લેતા તેને ગંભીર હાલતમાં સારવાર અર્થે ખાનગી હોસ્પિટલ ખસેડવામાં આવ્યા બાદ તેનું સારવાર દરમિયાન મૃત્યુ નીપજ્યું હોવાનું તેમજ આ લખાય છે ત્યારે આપઘાત અંગેનું કોઈ સ્પષ્ટ કારણ સામે આવ્યુ નથી.
બનાવના પગલે જીત પાબારીના પરિવારજનો સગા સ્નેહીઓ તેમજ મિત્ર વર્તુળ મોટી સંખ્યામાં હરિહર સોસાયટી તેના નિવાસ્થાને તેમજ વોકહાર્ટ હોસ્પિટલ ખાતે દોડી ગયા હતા તેમજ ઉચ્ચ પોલીસ અધિકારીઓ પણ ઘટના સ્થળે અને હોસ્પિટલ ખાતે દોડી જઈ આપઘાત શા માટે કર્યો આપઘાત કરવાનું કારણ શું? તે જાણવા માટે તપાસનો ધમધમાટ શરૂ કર્યો છે અને આપઘાત પૂર્વે જીતે લખેલી સુસાઇડ નોટ કબ્જે કરવા કાર્યવાહી હાથ ધરી છે.
તો બીજી તરફ મૃતક જીતના મૃતદેહનું પોસ્ટમોર્ટમ કરાવવા માટે માલવીયાનગર પોલીસ દ્વારા કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી અને આપઘાત પાછળનું સ્પષ્ટ કારણ સ્યુસાઇટ નોટ સામે આવીએ જ બહાર આવશે અત્રે એ જોવાનું રહ્યું કે સુસાઇડ નોટ હાલ કોની પાસે છે જે પોલીસ અધિકારીઓ સુસાઇડ નોટ અંગે ઓફિસિયલી જાહેર કરીએ જ નોટમાં શું ઉલ્લેખ છે તે જાણી શકાશે.