BREAKING NEWS

નેપાળના પૂર્વ પીએમ કેપી શર્મા ઓલીની ધરપકડ

  • March 28, 2026 12:12 PM 

ભૂતપૂર્વ ગૃહમંત્રી પણ એરેસ્ટ: જેન જીના વિરોધ પ્રદર્શનને કાબૂ ન કરી શકતા થયેલી હિંસા અને તે દરમિયાન મોતના મામલે નવનિયુકત પીએમ બાલેનની ત્વરિત કાર્યવાહિ
નેપાળમાં સતાની ધુરા સંભાળ્યાની સાથે જ નવ નિયુકત પીએમ બાલેનએ કડક નિર્ણયો લેવાનું શ કયુ છે અને ગત સપ્ટેમ્બરમાં થયેલા જેન જીના વિરોધ પ્રદર્શન દરમિયાન મોતના મામલે પૂર્વ પીએમ કેપી શર્મા ઓલીની ધરપકડ કરવામાં આવી છે અને સાથે ભૂતપૂર્વ ગૃહમંત્રીને પણ અરેસ્ટ કરવામાં આવ્યા છે.નેપાળ પોલીસે તેમને ભકતપુરના ગુંડુ સ્થિત તેમના નિવાસસ્થાનેથી ધરપકડ કરી હતી. અહેવાલો અનુસાર સપ્ટેમ્બરમાં જેન –જી વિરોધ પ્રદર્શન દરમિયાન થયેલા મૃત્યુના સંદર્ભમાં તેમની ધરપકડ કરવામાં આવી છે. સાથે સાથે પૂર્વ ગૃહમંત્રી રમેશ લેખકની પણ ધરપકડ કરવામાં આવી છે. આ કાર્યવાહી વડા પ્રધાન બાલેનના નેતૃત્વમાં સરકારની રચનાના થોડા સમય પછી કરવામાં આવી હતી. આ કાર્યવાહીને એક મજબૂત સંદેશ તરીકે જોવામાં આવી રહી છે કે પીએમ બાલેન જનરલ–જી મુદ્દાઓ પર સમાધાન કરવાના મૂડમાં નથી. નોંધનીય છે કે રાષ્ટ્ર્રીય સ્વતત્રં પાર્ટીના સંસદીય પક્ષના નેતા ૩૫ વર્ષીય બાલેન શાહે નેપાળના વડા પ્રધાન તરીકે શપથ લીધા. તેઓ ઇતિહાસના સૌથી યુવા વડા પ્રધાન છે. થોડા વર્ષેા પહેલા સુધી, બાલેન રેપર તરીકે જાણીતા હતા




લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application
Recent News