કોરોનાનું ગ્રહણ : મુંબઈના પૂર્વ ક્રિકેટર સચિન દેશમુખનું નિધન

  • October 28, 2020 02:04 AM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

કોરોનાના કારણે આપણે એક ક્રિકેટરને ગુમાવવા પડયા છે. પૂર્વ ક્રિકેટર સચિન દેશમુખનું આજે કોવીડ 19ના કારણે મોત થયું છે. 52 વર્ષના સચિને થાણેની વેદાંત હોસ્પિટલમાં  અંતિમ શ્વાસ લીધા. મળતી માહિતી અનુસાર દેશમુખે હોસ્પિટલમાં ભરતી થવાની ના પાડી દીધી હતી, જ્યારે તેમને ઘણાં દિવસ સુધી તાવ રહ્યો હતો. જ્યારે કોરોના ટેસ્ટ કરાવ્યો અને જાણ થઈ ત્યારે ખૂબ મોડું થઈ ગયું હતું. સચિન દેશમુખ એક શાનદાર ક્રિકેટર હતા અને સચિનને મુંબઈ તેમજ મહારાષ્ટ્ર બંને માટે રણજી ટીમમાં સ્થાન મળ્યું હતું.

 

 90ના દાયકામાં ઇન્ટર યૂનિવર્સિટી ટૂર્નામેન્ટમાં સચિન દેશમુખે ધમાલ મચાવી દીધી હતી. તે સમયે 7 મેચમાં 7 સદી ફટકારીને અનોખો રેકોર્ડ સચિન દેશમુખના નામે હતો.  સચિન દેશમુખે તેમની કેપ્ટનશિપમાં વર્ષ 1986ની કૂચ બિહાર ટ્રોફીમાં કમાલ કરી હતી. 5 ઇનિંગમાં 3 સદી ફટકારી હતી અને  183, 130 અને 110 રનની ઇનિંગનો સમાવેશ થાય છે. તેઓ મિડલ ઓર્ડરમાં ધમાકેદાર બેટિંગ કરતા હોવાનું જાણવા મળેલ છે. અનેક વિકેટકીપર સચિનને અત્યંત પ્રતિભાશાળી અને ગિફ્ટેડ ક્રિકેટર હતા. જોકે કોરોનામાં ડરના કારણે ભારતીય ક્રિકેટ ટીમે  એક ઉમદા ક્રિકેટરને ખોવા પડયા છે આથી કહી શકાય કે સચિનના  મોતમાંથી લોકોએ શીખ લેવી જોઈએ અને કોરોનાને હળવાશમાં ન લેવો જોઈએ.


લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


કોરોના અંગેના મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  99251 12230  

View News On Application
RELATED NEWS