રાજસ્થાન અને ગુજરાતના પૂર્વ રાજ્યપાલ અંશુમાન સિંહનું 86 વર્ષની વયે નિધન

  • March 08, 2021 12:41 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

રાજસ્થાન અને ગુજરાતના રાજ્યપાલ રહી ચુકેલા અંશુમાન સિંહનું 86 વર્ષની વયે નિધન થયું છે. તેમના નિધનના સમાચારથી રાજકીય ક્ષેત્ર અને તેમના શુભચિંતકોમાં શોકનું મોજું ફરી વળ્યું છે. 86 વર્ષીય અંશુમાન સિંહએ પોસ્ટ ગ્રેજ્યુએટ ઈંસ્ટિટ્યૂટ લખનઉ ખાતે અંતિમ શ્વાસ લીધા હતા. તેમના પાર્થિવ દેહને અંતિમ સંસ્કાર માટે પ્રયાગરાજ લઈ જવામાં આવ્યો હતો. 

 

 

અંશુમાન સિંહની તબિયત છેલ્લા કેટલાક દિવસોથી ખરાબ હતી. જ્યારે તેમણે આજે અંતિમ શ્વાસ લેતાં રાજ્યપાલ કલરાજ મિશ્ર અને મુખ્યમંત્રી અશોક ગહલોતે પણ પૂર્વ રાજ્યપાલના નિધન પર શોક વ્યક્ત કર્યો હતો.  ઉલ્લેખનીય છે કે અંશુમાન સિંહે રાજસ્થાનના રાજ્યપાલ તરીકે 16 જાન્યુઆરી 1999ના રોજ પદભાર ગ્રહણ કર્યો હતો.  

 

પૂર્વ રાજ્યપાલ અંશુમાન સિંહના નિધન પર આજે રાજસ્થાનમાં એક દિવસીય શોક જાહેર કરવામાં આવ્યો છે. આજે સરકારી કાર્યાલયોમાં એક દિવસ રાજકીય શોકના કારણે રજા રાખવામાં આવી હતી. મહિલા દિવસ નિમિત્તે યોજાયેલા સરકારી કાર્યક્રમો પણ રદ્દ કરવામાં આવ્યા હતા. 

 

અંશુમાન સિંહનું જીવન

- અંશુમાન સિંહનો જન્મ 7 જુલાઈ 1935માં ઈલાહાબાદમાં થયો હતો. 
- વર્ષ 1957માં ઈલાહાબાદ વિશ્વવિદ્યાલયમાંથી સ્નાતક થયા.
- 1957માં 22 વર્ષની ઉંમરે જિલ્લા ન્યાયાલય ઈલાહાબાદમાં વકીલાત શરુ કરી.
- 1968માં ઈલાહાબાદ ઉચ્ચ ન્યાયાલય સાથે જોડાયા અને પોતાની મહેનત અને ન્યાય પ્રત્યે પ્રતિબદ્ધતાના કારણે 1976માં તેમને ઈલાહાબાદ હાઈકોર્ટના સરકારી વકીલ નિયુક્ત કરવામાં આવ્યા.

- 1984માં તેઓ હાઈકોર્ટના જજ નિયુક્ત થયા. તેઓ અહીં મંત્રાલયિક કર્મચારી સંઘના અધ્યક્ષ પણ હતા. 
- 1996માં તેઓ જજના પદ પર રહ્યા અને સેવાનિવૃત્ત થયા. 
- 1994થી 1997 સુધી તેઓ ચાર વખત કાર્યવાહક રાજ્યપાલ તરીકે પદભાર સંભાળ્યો.
- 7 એપ્રિલ 1998માં રાજસ્થાન રાજ્ય વિધિક સેવા અધિકરણના કાર્યકારી અધ્યક્ષ નિયુક્ત કરાયા
- 17 એપ્રિલ 1998ના રોજ ગુજરાતના રાજ્યપાલ નિયુક્ત થયા. તેઓ 13 મે 2003 સુધી આ પદ પર હતા. 

 

 


લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


કોરોના અંગેના મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  99251 12230  

View News On Application
RELATED NEWS