BREAKING NEWS

ગોંડલ એનસીપીના પૂર્વ ધારાસભ્યના પુત્ર અને ઉપસરપંચે ઉચાપત કરતા ગુનો નોંધાયો

  • November 11, 2025 11:37 AM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)
રાજકોટ તાલુકાના કોટડા સાંગાણી ગ્રામ પંચાયતના તત્કાલીન ઉપસરપંચ અને ઇન્ચાર્જ સરપંચે રાષ્ટ્રીય પર્વની ઉજવણી ના ખર્ચના ખોટા બીલો બનાવી ખોટું સરકારી રેકર્ડ ઊભું કરી ૫૨.૫૯ લાખનુ ઉચાપત કૌભાંડ આચરી છેતરપિંડી આચરી હોવાની તાલુકા પંચાયતના વિકાસ અધિકારીએ કોટડા સાંગાણી પોલીસ મથકમાં ફરીયાદ નોંધાવતા ગોંડલ એનસીપીના પૂર્વ ધારાસભ્યના ઇન્ચાર્જ સરપંચ પુત્ર સહિત બે સામે ગુનો નોંધાતા ચકચાર જાગી છે.


પોલીસ સૂત્રોમાંથી મળતી વિગતો મુજબ ગોંડલમાં રોયલ પાર્કમાં રહેતા અને કોટડા સાંગાણીના પંચાયતના તાલુકા વિકાસ અધિકારી રિધ્ધીબેન જયંતીભાઈ પટેલ ઉંમર વર્ષ 30એ કોટડા સાંગાણી પોલીસ મથકમાં ગ્રામ પંચાયતના તત્કાલીન ઉપસરપંચ અને ઈન્ચાર્જ સરપંચ ધવલ ચંદુભાઈ વઘાસીયા સામે કોટડા સાંગાણી પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી હતી.


તાલુકા વિકાસ અધિકારી રિધ્ધીબેન ફરીયાદમાં જણાવ્યુ હતુ કે તા.૨૬-૯ના રોજ મનોજભાઈ દાફડા દ્રારા જીલ્લા પંચાયત કચેરી રાજકોટમાં કોટડા સાંગાણી ગ્રામ પંચાયત દ્રારા થયેલા તા.૮-૩ના ઠરાવો કરી સતાનો દૂર ઉપયોગ કર્યાનો આક્ષેપો કર્યા હતા. જે અંગે તપાસ કરતા તા.૨૬ ના રોજ કોટડા સાંગાણી ગામમાં રાષ્ટ્રીય પર્વ ધ્વજવંદનના કાર્યક્રમમાં નાણાકીય ચુકવણીમાં ગેરરીતી પણ ખૂલી હતી જેમા ખોટા બીલો બનાવી કૌભાંડ આચરવામાં આવ્યુ હતુ.


તેમજ ગામમાં એક જ સ્થળે સીસી રોડના કામમાં એટીવીટી તેમજ ધારાસભ્યની ગ્રાન્ટ માથી થયેલા ચુકવણીમાં પણ ગેરરીતી તેમજ અન્ય કેટલાક વિકાસના કામમા ગેરરીતી થયાનુ બહાર આવ્યુ હતુ.


દરમ્યાન રિધ્ધીબેન પટેલએ જણાવ્યુ હતુ કે ક્રાયક્રમના ખર્ચના બીલો બનાવી આરોપી તત્કાલીન સરપંચ ધવલ વઘાસીયાએ ડબલ પૈસા લીધા હતા તેમજ સીસી રોડ સરકારની મંજુરી વિના બનાવી રૂ.૨.૫૦ લાખ મંજુર કરાવી લીધા હતા. તેમજ પાણીની પાઈપ લાઈન તાલુકા શાળામાં પેવર બ્લોક,ભુર્ગભ ગટર, સહીતના કૌભાંડ બહાર આવતા તત્કાલીન ઉપસરપંચ અને ઈન્ચાર્જ સરપંચ ધવલ વઘાસીયાએ તેના હોદાનો દૂર ઉપયોગ કરી ખોટા ઠરાવો કરી તેમજ રાષ્ટ્રીય પર્વની ઉજવણીમાં ખર્ચના ઈજનેરોની નકલી સહી કરી બીલો બનાવી રૂ.૫૨.૫૯ લાખનુ કૌભાંડ આચર્યાનુ બહાર આવતા. કોટડાસાંગાણી પોલીસ મથકમાં ગુનો નોંધાયા બાદ આરોપીઓની ધરપકડ કરવા કાર્યવાહી હાથ ધરવામાં આવતા ચકચાર જાગી છે.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application