પોલીસ હેડ ક્વાર્ટરમાં કોન્સ્ટેબલના મકાનમાંથી રોકડ રકમ અને ઘરેણા સહિત રૂ.2.99 લાખની મત્તાની ચોરી કરનાર તથા રોલેક્ષ રોડ પર ઓમકાર સ્કુલની બાજુમાં સ્કાય એપાર્ટેમન્ટમાં રહેતા અને લાદીકામ કરનાર યુવાનના મકાનમાંથી રૂ.1.80 લાખની મત્તા ઉઠાવી જનાર કોઠારીયા રોડ પર રહેતો પૂર્વ જીઆરડી જવાન રાજ મેંદપરાને પ્ર.નગર પોલીસે ઝડપી લીધો હતો.પોલીસે તેની પાસેથી રૂ.1.15 લાખની રોકડ કબજે લઇ કાયદેસરની કાર્યવાહી કરી હતી.
પોલીસ હેડ કવાર્ટરમાં મારૂતિનગરમાં રહેતા કોન્સ્ટેબલના પુત્ર અભિજીતસિંહ શક્તિસિંહ ચુડાસમા (ઉ.વ 22) દ્વારા પ્ર.નગર પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવવામાં આવી હતી જેમાં શકદાર તરીકે પોતાના ભાઇના મિત્ર રાજ મનીષભાઈ મેંદપરા (ઉ.વ 31) નું નામ આપ્યું હતું. જેમાં તેમને રાજે જમવાના પાસ આપી બંધ ઘરમાંથી રૂ.3 લાખની મત્તાનો હાથફેરો કરી ગયાનું જણાવ્યું હતું.જયારે રોલેક્ષ રોડ પર ઓમકાર સ્કુલની બાજુમાં સ્કાય એપાર્ટેમન્ટમાં રહેતા અને લાદીકામ કરનાર પ્ન્ટિુભાઇ વિનોદભાઇ રાઠોડ(ઉ.વ. 32) નામના યુવાને આજીડેમ પોલીસ મથકમાં નોંધાવેલી ફરિયાદમાં જણાવ્યું હતું કે,ગતા તા. 16/11 ના બપોરના સમયે તેમને પત્નીનો ફોન આવ્યો હતો કે તીજોરીમાં રોકડ રૂપિયા તથા ઘરેણા નથી.જેથી યુવાન તુરંત ઘરે પહોંચ્યો હતો.આવી જોતા કબાટમાં રાખેલ સોનાની ત્રણ વીંટી, સોનાનો ચેઇન, સોનાનો નાકનો દાણો, સોનાની નથળી અને રોકડ રૂ.1.22 લાખ મળી કુલ રૂ.1.80 લાખની મત્તા ચોરી થઇ ગઇ હતી.બાદમાં માલુમ પડયું હતું કે તે પરિવાર સાથે જમવા બહાર ગયા હતાં.ત્યારે રાજનો ફોન આવ્યો હતો અને તમે કયાં છો અને કેટલી વારમાં આવશો તેવું પુછયું હતું જેથી તેના પર શંકા દ્વઢ બની હતી અને આ મામલે આજીડેમ પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી હતી.
ચોરીના આ બનાવને પ્ર.નગર પોલીસ મથકના પીઆઇ વી.આર. વસાવાની રાહબરી હેઠળ પીએસઆઇ આઇ.એ.બેલીમ તથા ટીમે તપાસ હાથ ધરી કોઠારીયા રોડ પર રહેતા રાજ મનીષભાઈ મેંદપરા (ઉ.વ 31) ને ઝડપી લીધો હતો. પોલીસે આરોપીની સઘન પૂરતાછ કરતા આ બંને ચોરી તેણે જ કરી હોવાની કબુલાત આપી હતી. પોલીસે જણાવ્યું હતું કે, આરોપી અગાઉ આજીડેમ પોલીસ સ્ટેશનમાં જીઆરડી તરીકે ફરજ બજાવતો હોવાનું જાણવા મળ્યું છે. આરોપી રંગીન મીજાજી હોય જેથી તેને પૈસાની જરૂરિયાત રહેતી હોવાથી આ બંને ચોરી કયર્નિી કબુલાત આપી છે. ઝડપાયેલો આ રાજ મેંદપરા અન્ય કોઈ ચોરીમાં સામેલ છે કે કેમ? તે અંગે પોલીસે તપાસ હાથ ધરી છે.
ચોરી કરી છત્તીસગઢમાં રહેતી પ્રેમિકા પાછળ નાણા ખર્ચ્યા
પોલીસે જણાવ્યું હતું કે, ચોરીમાં ઝડપાયેલ આરોપી રાજ મેંદપરા રંગીન મીજાજી હોય તેને રાજકોટમાં સ્પમાં નોકરી કરતી છત્તીસગઢની યુવતી સાથે પ્રેમ થઇ ગયો હતો.જે હાલ છત્તીસગઢ રહે છે. ચોરીના બનાવને અંજામ આપ્યા બાદ તે છત્તીસગઢ પ્રમીકાને મળવા પહોંચી ગયો હતો અને અહીં પ્રેમિકા પાછળ નાણાં ખર્ચી નાખ્યા હતા. પોલીસે ઝડપાયેલા આરોપી પાસેથી હાલ 1.15 લાખની રોકડ કબજે કરી છે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationકોરોનાના JN.1 વેરિઅન્ટનો કહેર: ભારતમાં વધ્યા કેસ, દેશમાં અત્યાર સુધીમાં 350 એક્ટિવ કેસ
May 24, 2025 08:05 PMએલોન મસ્કનું X દુનિયાભરમાં ડાઉન: લાખો યુઝર્સ પરેશાન
May 24, 2025 07:56 PM૧૪ને ક્રુરતાપૂર્વક મારી નાખ્યા, ખોપરીનો સૂપ પીધો, નરપિશાચને ઉંમરકેદની સજા
May 24, 2025 04:41 PMશું તમે પણ પ્રી-ડાયાબિટીસ સ્ટેજમાં છો? બીમારીના આ 6 સંકેતો અવગણશો નહીં
May 24, 2025 04:06 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech