રાજકોટના ટીઆરપી ગેમઝોનમાં સર્જાયેલા અિકાંડમાં ૨૭ નિર્દેાષ લોકોએ જીવ ગુમાવ્યાની દુર્ઘટના બાદ તપાસનો ધમધમાટ આગળ વધી રહ્યો છે અને જવાબદાર અધિકારીઓ સામે કાર્યવાહીઓ થઇ રહી છે પરંતુ ગઈકાલે હાઇકોર્ટમાં થયેલી સુનાવણી દરમિયાન હાઇકોર્ટએ આ સમગ્ર મામલે મ્યુનિસિપલ કમિશનરને શા માટે સસ્પેન્ડ કરાતા નથી ? તેવો સવાલ ઉઠાવી ફટકાર મારતા હવે આ મુદ્દો ફરી સામાન્ય શહેરીજનોમાં ચર્ચાનો વિષય બન્યો છે. અિકાંડ મામલે હાલ સુધીમાં અન્ય મ્યુનિ.અધિકારીઓને સસ્પેન્ડ કરાયા છે, અમુક સામે તપાસ અને પૂછપરછ ચાલી રહી છે પરંતુ આ દુર્ઘટના બની ત્યારે રાજકોટના મ્યુનિસિપલ કમિશનર પદે કાર્યરત આનદં પટેલ સામે ફકત બદલીની કાર્યવાહી જ કરાઇ છે. શું હાઇકોર્ટની ફટકાર બાદ આનદં પટેલ સામે હવે વધુ પગલાં લેવાશે ? તે બાબત ટોક ઓફ ધ ટાઉન બની છે.
રાજકોટની બજારોમાં લોકમુખે ચર્ચાતી વિગતો મુજબ રાજકોટના કાર્યકાળ દરમિયાન પૂર્વ મ્યુનિસિપલ કમિશનર આનદં પટેલએ અમુક ચોક્કસ વર્તુળોમાં તેઓ મુખ્યમંત્રીની નજીક હોવાની ઇમેજ ઉપસ્થિત કરી હતી ! તદઉપરાંત રાજકોટના મ્યુનિસિપલ પદાધિકારીઓ કે સંગઠનના હોદ્દેદારો કોઇ મુદ્દે વ્યાજબી રજુઆત કરે તો પણ તેમની વાત ધ્યાને લેતા ન હતા તેવો ગણગણાટ શ થયો છે. શું ખરેખર પૂર્વ કમિશનર આનદં પટેલ ઉપર કોઇ મોટા નેતાઓના આશીર્વાદ હશે માટે જ ફકત તેમની બદલી કરાઇ છે અને અન્ય કોઇ પગલાં લેવાયા નહીં હોય ? તેવો સવાલો નાગરિકોના મનમાં ઉઠી રહ્યા છે.
રાજકોટ મ્યુનિસિપલ કોર્પેારેશનમાં જે રીતે ભ્રષ્ટ્રાચાર થયો હોવાની વિગતો છેલ્લા દિવસોમાં સામે આવી છે અને બ્રાન્ચ હેડ અને બ્રાન્ચના ડેપ્યુટી હેડ કક્ષાના અધિકારીઓ સામે એન્ટી કરપ્શન બ્યુરોની તપાસમાં અપ્રમાણસરની મિલકતો મળી આવી છે તે જોતા સમગ્ર સિસ્ટમમાં ફેલાયેલા ભયંકર ભ્રષ્ટ્રાચાર મામલે વહીવટી વડા તરીકે શું તત્કાલિન મ્યુનિસિપલ કમિશનરની કોઇ જ જવાબદારી ન ગણાય ? તેવા સવાલો હવે ઉઠી રહ્યા છે.
રાજકોટનો અિકાંડ જ નહીં દરેક દુર્ઘટના વેળાએ તપાસમાં નાની માછલીઓને ઝડપી તેમની સામે કાર્યવાહી થાય છે પરંતુ મોટા મગરમચ્છો છટકી જાય છે. શું રાજકોટના અિકાંડમાં હાઇકોર્ટની ફટકાર બાદ મ્યુનિ. કમિશનર સામે પણ હજુ વધુ આકરા અને ઉદાહરણપ બને તેવા પગલાં લેવાશે કે કેમ ? તેવો સવાલ જાહેર જનતામાંથી ઉઠી રહ્યો છે. શું આ દુર્ઘટનાની તપાસમાં પૂર્વ કમિશનર આનદં પટેલને બચાવવાના પ્રયાસો થઇ રહ્યા છે ? તેમને કોણ છાવરી રહ્યું છે ? શું ખરેખર તેમના ઉપર કોઇ મોટા નેતાના ચાર હાથ છે ? આવા અનેક સવાલો રાજકોટની જનતામાંથી ઉઠી રહ્યા છે પરંતુ તે અનુત્તર જ રહ્યા છે
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationભારતીય સિનેમાના મહાન ડાયરેક્ટર શ્યામ બેનેગલનું નિધન, 90 વર્ષની વયે લીધા અંતિમ શ્વાસ
December 23, 2024 08:35 PMગુજરાતની નિર્ભયાએ દમ તોડ્યો, હેવાનિયત સામે માસૂમિયતની કરુણ હાર
December 23, 2024 07:37 PMચીન તરફ મિસાઈલો તૈનાત કરવા જઈ રહ્યું છે ફિલિપાઈન્સ, શી જિનપિંગનો વધ્યો તણાવ, અમેરિકાએ ચાલી નવી ચાલ
December 23, 2024 07:04 PMશું છે નો ડિટેન્શન પોલિસી? તેની અસર શાળાના શિક્ષણ પર શું થશે...જાણો નિષ્ણાતોના મત
December 23, 2024 07:02 PMલાલપુર તાલુકા પંચાયત ખાતે સામાન્ય સભા અને કારોબારી નું આયોજન, વર્ષ 2025- 26નું બજેટ પાસ
December 23, 2024 06:05 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech