જામનગરના વ્હોરાના હજીરા પરથી સૌપ્રથમ વખત ભગવાન શિવજીની પાલખી પર પુષ્પ વૃષ્ટિ કરાઇ
જામનગરમાં વ્હોરાના હજીરા પાસે શિવ શોભાયાત્રાના સ્વાગત સમયે વોરા સમાજ દ્વારા ઉમળકાભેર સ્વાગત કરાયું હતું, અને કોમી એકતાના દર્શન થયા હતા, તેમજ ભગવાન શિવજીની પાલખીના પૂજન-અર્ચન વેળાએ શોભાયાત્રાના આયોજકો પણ આનંદ વિભોર બન્યા હતા. ભગવાન શિવજીની પાલખી જ્યારે વ્હોરાના હજીરા પાસે પહોંચી ત્યારે ઉપરથી વ્હોરા સમુદાયના ભાઈઓ-બહેનો દ્વારા મોટી સંખ્યામાં પાલખી પર પુષ્પવૃષ્ટિ કરાઈ હતી, અને ગુલાબની પાંદડીથી શિવજીની પાલખીનું ભવ્ય સ્વાગત કરાયું હતું.
ત્યારબાદ વ્હોરા સમાજના હાતિમ ભાઈ જરીવાલા, હુસેનભાઇ જરીવાલા સહિતના અગ્રણીઓએ પાલખી નું પૂજન કર્યું હતું, એટલું જ માત્ર નહીં પોતાના ખંભે પાલખીને ઉંચકીને પણ ધન્યતા અનુભવી હતી. આ સ્થળે જામનગરના પોલીસ બેડામાંથી તાજેતરમાં નિવૃત્ત થયેલા એએસઆઈ યુનુસભાઈ શમા દ્વારા ભગવાન શિવજીની પાલખીને રૂપિયા ૨૧,૧૨૧ નો હાર ચડાવવામાં આવ્યો હતો, અને તેઓ પણ શિવજીની પાલખી ઉચકીને આનંદીત થયા હતા, જેઓ પ્રતિવર્ષ ભગવાન શિવજીની પાલખીને હાર ચડાવે છે, તેમજ પાલખીને ઉંચકીને શોભાયાત્રામાં સાથે જોડાય છે.
આ ઉપરાંત દીપક ટોકીઝ પાસે પણ કોમી એકતાના પ્રતિક રૂપે શહેર ભાજપના લઘુમતી મોરચાના મહામંત્રી અલુભાઈ પટેલ અને તેમની ટીમ દ્વારા શોભાયાત્રાનું સ્વાગત કરાયું હતું, જ્યારે હમ પાંચ પરિવાર ગ્રુપે પ્રસાદી રૂપે સરબત વિતરણની સેવા આપી હતી. આ વેળાએ વોર્ડ નંબર નવના કોર્પોરેટર કુસમબેન પંડ્યા, ધીરેનભાઈ મોનાણી, એડવોકેટ ભાવિન ભોજાણી સહિતના અગ્રણીઓ જોડાયા હતા.
જામનગરના પોલીસ અધિકારીઓ તેમજ સ્ટાફે પણ ભગવાન શિવજીની પાલખી ઉચકીને ધન્યતા અનુભવી
છોટીકાશીમાં આ વખતે યોજાયેલી ૪૪મી શિવ શોભાયાત્રામાં જામનગર જિલ્લાના પોલીસ અધિકારીઓ તેમજ અન્ય પોલીસ સ્ટાફે આશુતોષ સ્વરૂપના મહાદેવની રજત મઢીત પાલખી ઉંચકીને ધન્યતા અનુભવી હતી. અને પંચેશ્વર ટાવર થી ભીડભંજન મહાદેવ મંદિર સુધી પગપાળા પાલખી ઉંચકીને પહોંચ્યા હતા, અને સમગ્ર પોલીસ વિભાગમાં શિવમય વાતાવરણ બનાવી દીધું હતું.
જામનગરના સીટી બી. ડીવીઝન ના પી.આઇ. પી.પી.ઝા, તેમજ પી.એસ.આઇ.એમ.વી મોઢવાડિયા, ડી.જી.રાજ, એલ.સી.બી.ના પી.એસ.આઇ. સી.એમ કાંટેલીયા, એલ આઈ બી ના અલ્પેશ પ્રજાપતિ, ઉપરાંત સીટી બી. ડિવિઝન ના ડી.સ્ટાફ, સીટી એ. અને સી. ડિવિઝન ના ડી.સ્ટાફ અને એલસીબીના સ્ટાફ વગેરે પણ જોડાયા હતા. અને સતત બે કિલોમીટર સુધી પગપાળા ચાલીને ભગવાન શિવજીની પાલખી ઉંચકી હરહર મહાદેવના ગગનભેદી નારા લગાવ્યા હતા, ત્યારે સમગ્ર પોલીસ વિભાગ શિવમય બન્યો હતો, જેમાં મહિલા પીએસઆઇ આર આર રાઠોડ ની રાહબરીમાં મહિલા પોલીસ સ્ટાફે પણ પાલખી ઉચકીને વાતાવરણ શિવમય બનાવ્યું હતું. જેથી છોટીકાશીનું બિરૂદ પામેલી જામનગરવાસીઓની નગરી હકીકતમાં શિવનગરી બની હતી.
સીકયોરિટીની ટીમે ભગવાન શિવજીની પાલખીને સુરક્ષા કવચ પૂરું પાડ્યું
૪૪મી શિવ શોભાયાત્રામાં ખાનગી સીસોક્યોરિટીની એક ટિમ ઉત્સાહભેર જોડાઈ હતી અને ૨૦ જવાનો સતત ખડે પગે રહ્યા હતા. શિવ શોભાયાત્રાના પ્રારંભથી લઈ ને મોડી રાત્રી સુધી તમામ જવાનો ભગવાન શિવજીની પાલખી સાથે જોડાઈને શિવ ભક્તિરૂપે ફરજ બજાવી હતી.
ભગવા રક્ષક બાળ ગ્રૂપ દ્વારા પણ કેદારનાથના મંદિરની ઝાંખી તૈયાર કરાઈ
જામનગરના ભગવા રક્ષક ગ્રુપની સાથે સાથે ૧૦ વર્ષથી લઈને ૧૪ વર્ષ સુધીના ૧૫ જેટલા બાળ શિવ ભક્તોનું ગ્રુપ તૈયાર કરાયું છે, જે બાળ ગ્રુપ દ્વારા પણ ૪૪મી શિવ શોભાયાત્રા દરમિયાન પોતાનો અલગથી ફલોટ તૈયાર કરાયો હતો, અને શિવભક્તોના દર્શનાર્થે જોડવામાં આવ્યો હતો. કેદારનાથ મંદિરની આબેહૂબ પ્રતિકૃતિ તૈયાર કરવામાં આવી છે, અને તેમાં પણ નાના-નાના બાળ કલાકારોએ લાઇટિંગ સહિતની સુવિધા ગોઠવી છે, અને તેઓ પણ શોભાયાત્રામાં ખૂબ જ ઉત્સાહભેર જોડાયા છે, અને પોતાની શિવભક્તિને પ્રગટ કરી છે. જે કેદારનાથ નો ફલોટ્સ જોવા માટે પણ અનેક સ્થળોએ નગરજનો એકત્ર થયેલા જોવા મળ્યા હતા.
સેતાવાડમાં ભગવાન શિવજીની પાલખીનું ઇલે. આતશબાજી સાથે ભવ્ય સ્વાગત કરાયું
જામનગરના સેતાવાડ વિસ્તારના ગજ કેસરી યુવા સંગઠન દ્વારા આ વખતે પણ ભગવાન શિવજીની પાલખીના સ્વાગત માટે વિશેષ આકર્ષણ ઊભું કરાયું હતું, જેમાં ભગવાન શિવજીના પાલખીના સ્વાગત સમયે ભવ્ય ઇલેક્ટ્રોનિકસ આતશબાજી ગોઠવવામાં આવી હતી. અને જામનગરના શિવ ભક્તો માટે અનેરુ આકર્ષણ ઊભું કરાયું હતું. ગજ કેસરી યુવા સંગઠનની ટીમ દ્વારા સેતાવાડ વિસ્તારમાં ૨૦ ફૂટ બાય ૨૦ ફુટનું ટ્રસ્ટ ઊભું કરી, તેમાં પ્રથમ ટ્રસ્ટમાં કોઇલ ફાયર ગોઠવાઈ હતી, જેમાં ૮ ગ્રુપમાં ૬ વખત એટલે કે કુલ ૪૮ કોઈલ ફાયર સાથે ભગવાન શિવજીની પાલખીનું સ્વાગત કરાયું હતું. ત્યારબાદ બીજું ટ્રસ્ટ ગોઠવીને તેમાં રંગબેરંગી લાઈટો ગોઠવી આકાશમાં ઇલેટ્રોનિક્સ ના ૪૦ ફાયર કરીને પણ નગરના આકાશને રંગીન બનાવી દેવાયું હતું, તેમજ ૪૮૦ ક્રેકર ફાયરિંગ કરીને ભગવાન શિવજીની પાલખીને ભવ્ય આવકાર અપાયો હતો. ત્યારે અનેક શિવભક્તોએ હર હર મહાદેવના નારા ગજવી મૂક્યા હતા, અને સેતાવાડ વિસ્તાર શિવ ભક્તોથી ઉભરાઈ ગયો હતો.
ચલિત શોભાયાત્રામાં સતવારા સમાજ દ્વારા ભજવાયેલું શિવ વિલાપનું દ્રશ્ય અને અઘોરી ભસ્મરાસ આકર્ષણનું કેન્દ્ર બન્યા
જામનગરમાં સતવારા સમાજ (કાલાવડ નાકા બહાર) દ્વારા શોભાયાત્રા દરમિયાન પ્રતિવર્ષ વિશેષ આકર્ષણ ઊભા કરવામાં આવે છે, જેમાં આ વખતે શોભા યાત્રાના સમગ્ર રૂટ પર ભગવાન શિવ અને પાર્વતી નું અવતરણ કરીને ભગવાન શિવજીના પાર્વતી વિનાના વિલાપના દ્રશ્યો ભજવાયા હતા. સાથો સાથ ૧૮ જેટલા તરવરીયા યુવાનો દ્વારા અઘોરીની વેશભૂષા ધારણ કરીને અલગ અલગ પિરામિડ રજૂ કરવામાં આવ્યા હતા, તેમજ ભસ્મ રાસ પણ હજુ કરાયો હતો. તેમજ ૧૩-૧૩ ના બે ગ્રુપમાં રજૂ કરાયેલા તલવાર રાસ પણ સમગ્ર શોભાયાત્રાના રૂટ પર આકર્ષણનું કેન્દ્ર બની રહ્યા હતા, અને ઠેર-ઠેર આ દ્રશ્યો નિહાળવા માટે શિવભક્તોની ભીડ ઉંમટેલી જોવા મળી હતી.
ભગવા યોદ્ધા ગ્રુપ દ્વારા તૈયાર કરાયેલો ૧૮ ફૂટ ઉંચાઈ વાળો રામેશ્વર મંદિર સાથેનો ફ્લોટ આકર્ષણનું કેન્દ્ર બન્યો
જામનગરના ભગવા યોદ્ધા ગ્રુપ દ્વારા મુખ્ય કાર્યકર મેરૂભાઈની આગેવાનીમાં રાજપાર્ક વિસ્તારમાં સર્વે શિવ ભક્તો દ્વારા આ વખતે રામેશ્વરમાં આવેલા વિશાળ કદના શિવમંદિર જેવી જ ૧૮ ફૂટના કદની શિવમંદિરની પ્રતિકૃતિ તૈયાર કરવામાં આવી હતી, અને તેના માટેનો ખાસ વિશેષ રથ બનાવાયો છે. જે રથમાં મંદિરનું નિર્માણ કરીને રંગબેરંગી લાઈટોથી શુશોભીત કરાયું હતું, જે ફ્લોટ્સ પણ શોભાયાત્રામાં આકર્ષણનું કેન્દ્ર બની રહ્યો હતો. નગરના મેયર વિનોદ ખીમસૂરિયા, શહેર ભાજપના અધ્યક્ષ ડોક્ટર વિમલભાઈ કગથરા, ડેપ્યુટી મેયર ક્રિષ્નાબેન સોઢા, તથા શહેર ભાજપની સમગ્ર ટીમ દ્વારા રથને ખેંચીને ધન્યતા અનુભવી હતી. જામનગરના અનેક શિવ ભક્તો એ આ મંદિરની સાથે ફોટો વિડીઓ અથવા સેલ્ફી ફોટો પડાવી, રથ ખેંચીને ધન્યતા અનુભવી હતી.
ભગવા રક્ષક બાળ ગ્રૂપ દ્વારા પણ કેદારનાથના મંદિરની ઝાંખી તૈયાર કરાઈ
જામનગરના ભગવા રક્ષક ગ્રુપની સાથે સાથે ૧૦ વર્ષથી લઈને ૧૪ વર્ષ સુધીના ૧૫ જેટલા બાળ શિવ ભક્તોનું ગ્રુપ તૈયાર કરાયું છે, જે બાળ ગ્રુપ દ્વારા પણ ૪૪મી શિવ શોભાયાત્રા દરમિયાન પોતાનો અલગથી ફલોટ તૈયાર કરાયો હતો, અને શિવભક્તોના દર્શનાર્થે જોડવામાં આવ્યો હતો. કેદારનાથ મંદિરની આબેહૂબ પ્રતિકૃતિ તૈયાર કરવામાં આવી છે, અને તેમાં પણ નાના નાના બાળ કલાકારોએ લાઇટિંગ સહિતની સુવિધા ગોઠવી છે, અને તેઓ પણ શોભાયાત્રામાં ખૂબ જ ઉત્સાહભેર જોડાયા છે, અને પોતાની શિવભક્તિને પ્રગટ કરી છે. જે કેદારનાથ નો ફલોટ્સ જોવા માટે પણ અનેક સ્થળોએ નગરજનો એકત્ર થયેલા જોવા મળ્યા હતા.
ભગવા રક્ષક ગ્રૂપ દ્વારા તૈયાર કરાયેલી ઉજ્જૈન મંદિરની આબેહૂબ પ્રતિકૃતિ શિવ ભક્તોનું આકર્ષણનું કેન્દ્ર બની
જામનગરના રાજપાર્ક વિસ્તારના ભગવા રક્ષક ગ્રુપ કે જેના સંચાલક આકાશભાઈની આગેવાનીમાં ભગવાન શિવજીનો ઉત્સવ મનાવવા માટે આ વખતે ઉજ્જૈન સ્થિત ભગવાન શિવજીના મંદિરની આબેહૂબ ઝાંખી તૈયાર કરાઈ હતી. જેના માટે એક રથ તૈયાર કરીને તેમાં ઉજ્જૈન મંદિર જેવી જ પ્રતિકૃતિ બનાવાઇ હતી, અને તેને ઝળહળતી લાઈટોથી સજાવીને શોભાયાત્રાના રૂટ પર જોડવામાં આવી હતી. નગરના અનેક શિવભક્તોએ શિવ મંદિરના દર્શનનો લાહવો લીધો હતો, અને પોતાના મોબાઈલમાં તસવીરો કેદ કરી હતી. તો કેટલાક શિવ ભક્તોએ સેલ્ફી પણ પડાવી હતી. જયારે નગરના મેયર વિનોદભાઈ ખીમસુરીયા, શહેર ભાજપના પ્રમુખ ડો. વિમલભાઈ કગથરા, ડેપ્યુટી મેયર ક્રિષ્નાબેન સોઢા તથા શહેર ભાજપની અન્ય ટીમ વગેરેએ રથ ખેંચીને ધન્યતા અનુભવી હતી.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationખેડૂતોને સહાયમાં અન્યાય બાબતે કિસાન કોંગ્રેસ ચેરમેન પાલભાઈ આંબલિયાની પ્રતિક્રિયા
February 27, 2025 12:57 PMરાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુએ સ્ટેચ્યુ ઓફ યુનિટીની મુલાકાત લીધી: સરદાર પટેલની પ્રતિમાને ભાવાંજલિ અર્પી
February 27, 2025 12:56 PMરાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુએ સ્ટેચ્યુ ઓફ યુનિટીની મુલાકાત લીધી: સરદાર પટેલની પ્રતિમાને ભાવાંજલિ અર્પી
February 27, 2025 12:56 PMજામનગરમાં આજથી ધોરણ 10 બોર્ડની પરીક્ષાનો પ્રારંભ, કલેકટરે આપી શુભેચ્છા
February 27, 2025 12:38 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech