કોડીનારનાં બ્રહ્મસમાજ કારોબારી બેઠકમાં કાયદાકીય પ્રશ્ર્નો માટે સમાધાન પંચની રચના

  • April 09, 2024 10:56 AM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

સૌરાષ્ટ્ર કચ્છ સમસ્ત બ્રહ્મ સમાજ ગીર સોમના જિલ્લાની કારોબારીની બેઠક કોડીનાર ખાતે જિલ્લા પ્રમુખ તુષારભાઈ પંડ્યાના અધ્યક્ષ સને મળી હતી જેમાં વેરાવળ, તાલાળા, ગીર ગઢડા, સુત્રાપાડા ,ઉના અને કોડીનાર તાલુકા બ્રહ્મ સમાજના પ્રમુખો સહિતના હોદ્દેદારો ઉપસ્તિ રહ્યા હતા. આ બેઠકમાં ગીર સોમના જિલ્લા બ્રહ્મ સમાજના લોકો માટે કાયદાકીય પ્રશ્નોના નિરાકરણ માટે સમાધાન પંચની રચના કરવામાં આવેલી હતી જેમાં ઉના વેરાવળ અને કોડીનારના સિનિયર એડવોકેટની એક કમિટી બનાવવામાં આવી હતી આ કમિટી દ્વારા બ્રહ્મ સમાજના કૌટુંબિક મામલા અંગે સામાજિક પ્રશ્નોના સુખદ સમાધાનકારી વલણો અંગે સમજણ આપીને કૌટુંબિક પ્રશ્નોની પતાવટ કરવામાં આવશે આ સમાધાન પંચમાં સિનિયર એડવોકેટ રીતેશભાઈ પંડ્યા ભરતભાઈ અધ્યારૂ અને સંજયભાઈ સ્માર્ટ પોતાની સેવા અને માર્ગદર્શન આપશે ઉપરાંત ગીર સોમના જિલ્લાના તમામ કર્મચારીઓ મંડળમાં સંગઠન અને એકતા રહે તે માટે વેરાવળના દિગંતભાઈ દવેના પ્રભારી તરીકે વરણી કરવામાં આવી હતી. ઉપરાંત જિલ્લામાં કર્મકાંડ કરતા ભૂદેવના સંગઠનને માર્ગદર્શન માટે ચંદ્રેશભાઇ જોશીની પ્રભારી તરીકે વરણી કરવામાં આવી હતી આ બેઠકમાં સમગ્ર જિલ્લા અને તાલુકાના અગ્રણીઓ ઉપસ્તિ રહીને જ્ઞાતિના સંગઠન અંગે વિસ્તૃત ચર્ચાઓ કરી હતી.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application