BREAKING NEWS

આજે ફોર્મ ચકાસણી, કાલે પરત ખેંચી શકાશે ૧૫ એપ્રિલે સમગ્ર ચૂંટણી ચિત્ર સ્પષ્ટ્ર થઈ જશે

  • April 13, 2026 11:04 AM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

ગુજરાતમાં આગામી સમયમાં યોજાનારી સ્થાનિક સ્વરાયની સંસ્થાઓની ચૂંટણી માટે ઉમેદવારી ફોર્મ ભરવાની પ્રક્રિયા પૂર્ણ થતા જ રાજકીય ગરમાવો ચરમસીમાએ પહોંચ્યો છે. આજે રાયભરમાં ઉમેદવારી પત્રોની ચકાસણી હાથ ધરવામાં આવશે.તો આવતીકાલે ઉમેદવારી પત્ર ખેંચવાનો દિવસ હોવાથી રાજકીય પક્ષો સામ દામ ભેદ દડં અપનાવીને અપક્ષ ઉમેદવારોને ફોર્મ પર ખેંચાતા  તા.૧૫મીએ ખં ચિત્ર તૈયાર થશે.રાયની ૧૫ મહાનગરપાલિકા, ૮૪ નગરપાલિકા, જીલ્લા અને તાલુકા પંચાયતોની કુલ ૧૦,૦૦૫ બેઠકો માટે આશ્ચર્યજનક રીતે ૩૯,૩૮૬ ઉમેદવારી પત્રો ભરાયા છે. સરેરાશ એક બેઠક દીઠ ચાર ઉમેદવારો મેદાનમાં હોય તેવું ચિત્ર હાલ પ્રાથમિક દ્રષ્ટ્રિએ જણાઈ રહ્યું છે.ચૂંટણીના આંકડાકીય સમીકરણો રાય ચૂંટણી પચં દ્રારા જાહેર કરવામાં આવેલી વિગતો અનુસાર, ૧૫ મહાનગરપાલિકાઓની કુલ ૧,૦૪૪ બેઠકો માટે ૫,૯૮૪ ફોર્મ જમા થયા છે. જેમાં અમદાવાદ મહાનગરપાલિકામાં સૌથી વધુ ૧૯૨ બેઠકો માટે ૧,૫૫૩ ફોર્મ ભરાયા છે, યારે સુરતમાં ૧૨૦ બેઠકો માટે ૧,૦૫૯ ફોર્મ આવ્યા છે. નગરપાલિકાઓની વાત કરીએ તો, ૮૪ નગરપાલિકાની ૨,૬૨૪ બેઠકો માટે ૭,૮૧૮ ઉમેદવારી પત્રો ભરાયા છે.પંચાયત સ્તરે પણ ભારે ઉત્સાહ જોવા મળ્યો છે. ૩૪ જિલ્લા પંચાયતોની ૧,૦૯૦ બેઠકો માટે ૪,૯૦૬ અને ૨૬૦ તાલુકા પંચાયતોની ૫,૨૩૪ બેઠકો માટે સૌથી વધુ ૨૦,૬૩૮ ફોર્મ ભરાયા છે. આ ઉપરાંત ૧૧ નગરપાલિકાઓની ૧૩ બેઠકોની પેટાચૂંટણી માટે ૧૪૦ ફોર્મ જમા થયા છે. ચૂંટણી પંચના જણાવ્યા અનુસાર, આજે તમામ ઉમેદવારી પત્રોની ચકાસણી (સ્ક્રૂટિની) હાથ ધરવામાં આવશે. ત્યારબાદ બુધવારે ફોર્મ ખેંચવાની છેલ્લી તારીખ છે. આ પ્રક્રિયા પૂર્ણ થયા બાદ જ કેટલી બેઠકો બિનહરીફ જાહેર થશે અને મેદાનમાં કેટલા સક્રિય ઉમેદવારો બાકી રહેશે તેનું ચિત્ર સ્પષ્ટ્ર થશે.હાલમાં વિવિધ પક્ષો અને અપક્ષ ઉમેદવારોએ જબરદસ્ત ઉત્સાહ બતાવ્યો છે. હવે ઉમેદવારો મતદારોને રીઝવવા માટે એડીચોટીનું જોર લગાવશે. આ ચૂંટણીમાં જ્ઞાતિગત સમીકરણો અને સ્થાનિક વિકાસના મુદ્દાઓ મુખ્ય કેન્દ્ર સ્થાને રહેવાની શકયતા છે. કયા ઉમેદવારનું પલ્લ ું ભારે રહેશે અને જનતા કોના પર કળશ ઢોળશે, તેનો ફેંસલો પરિણામના દિવસે જ થશે



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application
Recent News