લોકસભાની ચૂંટણી જાહેર થયા પછી વાતાવરણમાં થોડો ગરમાવો આવ્યો હતો પરંતુ આવતીકાલથી તે વધુ મજબૂત બનશે. કાલે સવારે ૧૧:૦૦ વાગે રાજકોટ જિલ્લા કલેકટર અને હોદ્દાની એ જિલ્લા ચૂંટણી અધિકારી પ્રભવ જોશી જાહેરનામું પ્રસિદ્ધ કરશે અને તે સાથે જ રાજકોટ બેઠક માટેના ઉમેદવારો માટે નવી કલેકટર કચેરીમાં જિલ્લા કલેકટર સમક્ષ અથવા તો જિલ્લા પુરવઠા અધિકારી સમક્ષ ફોર્મ મેળવી શકશે અને ભરાયેલા ફોર્મ પરત કરી શકશે.
આવતીકાલથી શ થતી આ પ્રક્રિયામાં તારીખ ૧૯ એપ્રિલ સુધી ફોર્મ ભરી શકાશે તારીખ ૨૦ ના રોજ ફોર્મની ચકાસણી કરાશે તારીખ ૨૨ સુધીમાં ફોર્મ પાછા ખેંચી શકાશે અને ત્યાર પછી ઉમેદવારોની અંતિમયાદી પ્રસિદ્ધ કરવામાં આવશે. મતદાનની તારીખ ૭ મે અને મતગણતરીની તારીખ ૪ જૂન નક્કી કરવામાં આવી છે.
રાજકોટ જિલ્લામાં વિધાનસભાની આઠ બેઠકો છે પરંતુ રાજકોટ સંસદીય મતવિસ્તારમાં વિધાનસભાની સાત બેઠક છે. રાજકોટ જિલ્લામાં ગોંડલ જેતપુર અને ધોરાજી વિધાનસભા મતવિસ્તાર આવે છે પરંતુ તે રાજકોટ સંસદીય મતવિસ્તારમાં આવતા નથી. રાજકોટ સંસદીય મતવિસ્તારમાં રાજકોટ શહેરની ચાર અને જસદણ ટંકારા વાંકાનેર મળીને સાત બેઠકો આવે છે.
ચૂંટણીનું જાહેરનામું પ્રસિદ્ધ થતા ની સાથે જ કાલથી ૨૪ સ્ટેટીક સર્વેલન્સ ટીમ ૮ વિડિયો વયુઈગ ટીમ આચારસંહિતા અમલ માટેની આઠ ટીમ આસિસ્ટન્ટ એકસપેન્ડિચર ઓબ્ઝર્વેશન ની આઠ ટીમ મળીને ૮૮ ટીમ કાર્યરત થઈ જશે. રાજકોટ શહેર જિલ્લામાં અને સંસદીય મતવિસ્તારમાં પ્રવેશવાના તમામ માર્ગેા પર અને મહત્વની જગ્યાઓએ મળીને કુલ ૨૫ જેટલી ચેક પોસ્ટ ઉભી કરવામાં આવશે.
રાજકોટ સંસદીય મતવિસ્તારમાં સમાવિષ્ટ્ર વિધાનસભાની સાત બેઠકમાં કુલ ૨૧,૦૪,૫૧૯ મતદારો છે. જેમાં ૧૦,૮૯,૫૪૬ પુષ અને ૧૦,૧૪,૯૩૮ મહિલા મતદારો છે. ૧૧ પુરક મતદાન મથકો સહિત મતદાન મથકની કુલ સંખ્યા ૨૨૩૬ થવા જાય છે. ૫૦% મુજબ ૧૧૧૮ મતદાન મથકોમાં વેબકાસ્ટિંગ કરવામાં આવશે. અલગ અલગ ૨૩ પ્રકારની કામગીરી માટે ૨૦ નોડેલ ઓફિસરોની નિમણૂક કરવામાં આવી છે. મતગણતરી કણકોટ ખાતે આવેલી ગવર્મેન્ટ એન્જિનિયરિંગ કોલેજમાં કરવામાં આવશે.
આવતીકાલે સવારે ૧૧:૦૦ વાગ્યાથી શ્રોફ રોડ પર આવેલી નવી કલેકટર કચેરીમાં જિલ્લા કલેકટર પ્રભવ જોશી ની ચેમ્બરમાંથી અને જિલ્લા પુરવઠા અધિકારી રાજશ્રી વાંગવાણીની ઓફિસમાંથી ઉમેદવારી પત્રો મળી શકશે અને ભરાયેલા ફોર્મ તારીખ ૧૯ સુધીમાં પરત સ્વીકારી શકાશે.
જાહેરનામું પ્રસિદ્ધ થતાની સાથે જ રાજકોટ શહેરમાં ૧૫ અને ગ્રામ્ય વિસ્તારમાં ૧૦ મળીને ૨૫ ચેક પોસ્ટ આવતીકાલથી કાર્યરત થઈ જશે. શંકાસ્પદ ચીજ વસ્તુઓ વધારે પડતી રોકડ સોના ચાંદીના દાગીના ભેટ સોગાત કે તેવી ચીજ વસ્તુઓ તો ઝડપાશે તો યોગ્ય કાર્યવાહી કરવામાં આવશે. આ ઉપરાંત લાઈંગ સ્ટેટીક વિડીયો આચાર સંહિતા એકસપેન્ડિચર સહિતની અઠાસી ટીમ બનાવવામાં આવી છે તે પણ કાલથી કામે લાગી જશે.
કલેકટર દ્રારા આવતીકાલે જાહેરનામું પ્રસિદ્ધ કરાયા પછી તેની નકલ જિલ્લા પંચાયત તાલુકા પંચાયત ગ્રામ પંચાયત મહાનગરપાલિકા કલેકટર કચેરી સહિત જુદા જુદા ૩૦૦૦ જેટલા સ્થળોએ તે લગાવવામાં આવશે
લોકસભાની ૨૬–ધારાસભાની પાંચ બેઠકની ચૂંટણીમાં ૪,૯૪,૪૯,૪૬૯ મતદારો: ૫૦૬૭૭ મતદાન મથક
ગુજરાત રાયની ૨૬ લોકસભા બેઠકની સામાન્ય ચૂંટણી અને વિધાનસભાની પાંચ બેઠકો માટે પેટા ચૂંટણીનું જાહેરનામું આવતીકાલે પ્રસિદ્ધ થશે. આખરી મતદાર યાદી મુજબ રાયમાં કુલ ૪,૯૪,૪૯,૪૬૯ મતદારો નોંધાયા છે. જે પૈકી ૨,૩૯,૭૮,૨૪૩ મહિલા મતદારો અને, ૨,૫૪,૬૯,૭૨૩ પુષ મતદારો છે. ગુજરાતમાં ૧,૫૦૩ જેટલા થર્ડ જેન્ડર મતદારો નોંધાયા છે. ૮૫ વર્ષથી વધુ વયના ૪,૨૪,૧૬૨ મતદારો ગુજરાતની મતદાર યાદીમાં નોંધાયા છે. ગુજરાતમાં ૧૦,૩૨૨ મતદારો શતાયુ એટલે કે ૧૦૦ વર્ષ કે તેથી વધુ વયના છે. કુલ મતદારો પૈકી ૧૮થી ૧૯ વર્ષની વય ધરાવતા ૧૧,૩૨,૮૮૦ યુવા મતદારો છે. રાયમાં કુલ ૫૦,૬૭૭ મતદાન મથકો પૈકી ગ્રામ્ય વિસ્તારમાં ૩૩,૪૭૫ મતદાન મથકો છે. યારે શહેરી વિસ્તારોમાં ૧૭,૨૦૨ મતદાર મથકો આવેલા છે
ચૂંટણીનો કાર્યક્રમ
તા.૧૨–૪–૨૦૨૪. ત્રીજા તબક્કામાં ૨૬ લોકસભા અને પાંચ વિધાનસભા બેઠક માટે જાહેરનામું થશે પ્રસિદ્ધ.
તા.૧૯–૪–૨૦૨૪. ઉમેદવારી પત્ર ભરવા માટેનો અંતિમ દિવસ.
તા.૨૦–૪–૨૦૨૪, ઉમેદવારી પત્રની ચકાસણી હાથ ધરવામાં આવશે
તા.૨૨–૪–૨૦૨૪. ઉમેદવારી પત્ર પરત ખેંચવા માટેનો અંતિમ દિવસ.
તા.૭–૫–૨૦૨૪ ગુજરાતમાં ત્રીજા તબક્કામાં યોજાશે મતદાન.
તા.૪–૬–૨૦૨૪. મતગણતરી અને પરિણામ
૪,૫૦,૦૦૦ને ચૂંટણી કામગીરી સોંપી
રાય અને કેન્દ્ર સરકારના અધિકારીઓ–કર્મચારીઓ આવરી લઈ અંદાજે ૪,૫૦,૦૦૦ નો સ્ટાફ ફરજ બજાવશે. જેમાં ૫૫,૮૦૦ થી વધુ પ્રિસાઈડિંગ આફિસર્સ, ૧.૬૭ લાખથી વધુ પોલીંગ આફિસર્સ, ૬,૩૦૦ થી વધુ સેકટર આફિસર અને ૫,૨૦૦ થી વધુ માઈક્રો આબ્ઝર્વર્સ સહિતના અધિકારીઓ–કર્મચારીઓનો સમાવેશ થાય છે. વધુમાં રાયમાં ચૂંટણીલક્ષી કામગીરી માટે ૧ લાખ ૨૦ હજાર જેટલું પોલીસ દળ ઉપલબ્ધ છે
૨૫,૦૦૦થી વધુ મતદાન મથકનું વેલ કાસ્ટિંગ કરાશે
ભારતના ચૂંટણી પચં દ્રારા કુલ મતદાન મથકો પૈકીના ૫૦ ટકા મતદાન મથકોનું મતદાનના દિવસે લાઈવ વેબકાસ્ટીંગ કરવાની સૂચના છે. ગુજરાતમાં આશરે ૨૫,૦૦૦ થી વધુ મતદાન મથકો ખાતેથી વેબ કાસ્ટીંગ કરવામાં આવશે. આ મતદાન મથકોએ જિલ્લા ચૂંટણી અધિકારીના નિયંત્રણ હેઠળ જિલ્લા કક્ષાએ અને મુખ્ય નિર્વાચન અધિકારીની કચેરી, ગાંધીનગરમાં પણ કંટ્રોલ મ કાર્યરત કરવામાં આવશે. યાં મતદાનના દિવસે મોક પોલથી શ કરીને મતદાન સંપૂર્ણ થાય ત્યાં સુધીની તમામ કામગીરીનું સતત નિરીક્ષણ કરવામાં આવશે.
રાજયમાં ૭૫૬ લાઈંગ સ્કવોડ કાર્યરત
ચૂંટણી જાહેર થતાંની સાથે જ ચૂંટણી ખર્ચ પર દેખરેખ અને નિયંત્રણ રાખવા માટે તમામ જિલ્લાઓમાં ૭૫૬ લાઈંગ સ્કોડ, ૨૦૬ એકાઉન્ટીંગ ટીમ, ૨૫૧ વિડીયો વ્યૂઈંગ ટીમ, ૪૮૦ વિડીયો સર્વેલન્સ ટીમ કાર્યરત કરવામાં આવી છે. ચૂંટણી ખર્ચ નિયંત્રણની અધતન સુચનાઓ મુજબ તમામ જિલ્લ ા તંત્રને જરી કાર્યવાહી કરવા જણાવવામાં આવ્યું છે. એટલું જ નહિ, ચૂંટણી ખર્ચ પર દેખરેખ અને નિયંત્રણ માટે આઈ.ટી. દવારા રાખવામા આવશે
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationધરપકડ વોરંટ બાદ નેતન્યાહુને વધુ એક મોટો ફટકો, હમાસે ગાઝામાં 15 ઈઝરાયલી સૈનિકોને માર્યા
November 22, 2024 05:50 PMઈઝરાયેલે ખાલિદ અબુ-દાકાને ઉતાર્યો મોતને ઘાટ, પેલેસ્ટાઈનના જેહાદ જૂથનો હતો કમાન્ડર
November 22, 2024 05:48 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech