આજે ચૂંટણીપંચનું નોટિફિકેશન જાહેર થતાની સાથે જ ગુજરાતમાં ચૂંટણીનો માહોલ જામ્યો છે. મતદાનની તારીખ જેમ જેમ નજીક આવશે તેમ તેમ ઉમેદવારો તેમનો પ્રચાર પ્રસાર જોરશોરથી જામશે. આજથી ઉમેદવારી પત્રો ભરવાની શઆત થઈષ છે. તેની સાથે જ તમામ જિલ્લ ા કલેકટર કચેરી પર આચારસંહિતાના લઈને કડક બંદોબસ્ત ગોઠવી દેવાયા છે. જો કે, આજે પ્રથમ દિવસે ફોર્મ ભરવામાં ટાઢોડું રહ્યું હતું અને માત્ર ફોર્મ ઉપાડાયા હતા.
આજે લોકસભા સાથે વિધાનસભાની પેટાચૂંટણી માટે પણ નોટિફિકેશન જાહેર થઇ ચુકયુ છે તા.૧૨થી ૧૯ એપ્રિલ સુધી ઉમેદવારી ફોર્મ ભરી શકાશે. તથા ૨૦ એપ્રિલના રોજ ઉમેદવારોના ફોર્મની ચકાસણી થશે. તેમજ ૨૨ એપ્રિલ સુધી ઉમેદવારો ફોર્મ પાછું ખેંચી શકશે. કોંગ્રેસના નવ ઉમેદવારના હજુ ઠાકાણા નથી.
ગુજરાત લોકસભાની ઉમેદવારી કરતા ઉમેદવાર માટે ૯૫ લાખ પિયાની ખર્ચ મર્યાદા નક્કી કરવામાં આવી છે ફોર્મ ભરતી વખતે રોડ શોનો ખર્ચ ઉમેદવારી ખર્ચમાં ગણવાના પરિણામે આ ખર્ચમાં નિવારવા માટે થઈને ભાજપ દ્રારા એક દિવસ પહેલા જ રોડ શોનું આયોજન કરવા સૂચના આપાતા ભાજપ ના ઉમેદવારો ત્રણ તબક્કામાં ઉમેદવારી નોંધાવશે ૧૫મી તારીખે પોરબંદરમાં ડો.મનસુખ માંડવીયા, સુરેન્દ્રનગરમાં ચંદુભાઈ સિહોરા, અમદાવાદ પૂર્વમાં હસમુખ પટેલ, વલસાડ ધવલ પટેલ ,ભચ મનસુખ વસાવાને પંચમહાલમાં જયદીપસિંહ પરમાર ઉમેદવારી નોંધાવશે. તા.૧૬મી એપ્રિલ સૌથી વધુ ફોર્મ ભરાશે.
જેમાં ૧૬ ઉમેદવારો પોતાની ઉમેદવારી કરશે જેમાં રાજકોટમાં પરસોતમ પાલા, કચ્છમાં વિનોદ ચાવડા બનાસકાંઠામાં ડો. રેખા ચૌધરી, પાટણમાં ભરતસિંહ ડાભી, સાબરકાંઠામાં શોભનાબેન બારૈયા, મહેસાણામાં હરિભાઈ પટેલ, અમદાવાદ પશ્ચિમમાં દિનેશ મકવાણા, જુનાગઢમાં રાજેશ ચુડાસમા, ભાવનગરમાં નિમુબેન બાંભણિયા, આણંદમાં મિતેશ પટેલ ,ખેડામાં દેવુસિંહ ચૌહાણ, દાહોદમાં જશવંતી ભાભોર, વડોદરામાં ડો.હેમાંગ જોશી, છોટાઉદેપુરમાં જશુભાઈ રાઠવા અને બારડોલીમાં પ્રભુ વસાવા અને સુરતમાં મુકેશ દલાલ ઉમેદવારી કરશે.
તા.૧૮મીએ નવસારીમાં સી.આર.પાટીલ અમરેલીમાં ભરત સુતરીયા જામનગરમાં પૂનમબેન માડમ ઉમેદવારી નોંધાવશે.
તા.૧૯મીએ ગાંધીનગર બેઠકના ઉમેદવાર અમિત શાહ અંતિમ દિવસે ઉમેદવારી નોંધાવશે. આ તમામ ઉમેદવારો યારે ઉમેદવારી નોંધાવશે તેના આગલા દિવસે રોડ શો નુ આયોજન કરાશે જેમા ભાજપ શાસિત રાયોના મુખ્યમંત્રી નાયબ મુખ્યમંત્રી રાષ્ટ્ર્રીય તેમજ રાય ભાજપના મોટા નેતા અને પદાધિકારીઓ ઉપસ્થિત રહેશે.
બીજી બાજુ ભાજપના લીગલ સેલ દ્રારા ઉમેદવારી પત્ર ભરતા ઉમેદવારો માટે અગાઉથી તૈયારીઓ પૂર્ણ કરી દેવામાં આવી છે આ માટે લીગલ સેલના સ્થાનિક જવાબદારી નેતાઓને સંભાળી રહ્યા છે.ઉમેદવારી નોંધાવતી વખતે ચૂંટણી પંચના નિયમ અનુસાર ઓછામાં ઓછા ૧૦ ટકેદારો ની સહી વાળું ઉમેદવારી પત્ર ભરવાનું રહેશે.તો માત્ર પાંચ જ ટેકેદારો અને ડમી ફોર્મ ભરનાર જ હાજરી આપી શકશે.આમ આજથી જાહેરનામું પ્રસિદ્ધ થવાની સાથે રાયમાં લોકસભા અને વિધાનસભાની પેટા ચૂંટણીનો માહોલ જામ્યો છે. અને ઠેર ઠેર શકિત પ્રદર્શન રોડ શો તેમજ વચનોની લાહણી કરાશે
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationટ્રમ્પની જીત પછી ભારતીય મૂળની આ મહિલા પણ ચર્ચામાં, બની શકે છે અમેરિકાની સેકન્ડ લેડી
November 07, 2024 11:37 PMગુજરાતમાં નકલીની ભરમાર: હવે ભરૂચમાંથી ઝડપાયો નકલી ક્રાઈમ બ્રાન્ચ અધિકારી
November 07, 2024 10:39 PMગુજરાતમાં દારૂબંદી હોવા છતા આ જિલ્લામાં બહાર પડાયું ડ્રાય ડેનું જાહેરનામું, દારૂના વેચાણ પર પ્રતિબંધ
November 07, 2024 10:33 PMસોમનાથ ટ્રસ્ટની નકલી વેબસાઈટથી રહેજો સાવધાન, ઓનલાઈન બુકિંગ કરાવતા પહેલા રાખજો આ ધ્યાન
November 07, 2024 10:30 PMસેમિકન્ડક્ટર પોલિસી અમલમાં મૂકનાર ગુજરાત પ્રથમ રાજ્ય, કેન્દ્રએ 76000 કરોડનું જંગી બજેટ ફાળવ્યું
November 07, 2024 10:28 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech