લોકસભાની ગુજરાતની ૨૬ બેઠકની અને વિધાનસભાની પાંચ બેઠકની પેટા ચૂંટણી આગામી તારીખ ૭ મેના રોજ યોજવાની છે. આગામી તારીખ ૧૨ ને શુક્રવારથી ફોર્મ ભરવાની પ્રક્રિયા શરૂ થવાની છે. ભારતીય જનતા પક્ષે તેની લોકસભાની તમામ બેઠકના અને વિધાનસભાની પાંચે પાચ બેઠકની પેટા ચૂંટણીના ઉમેદવારોના નામની જાહેરાત કરી છે. પરંતુ કોંગ્રેસને હજુ લોકસભાની ૫ બેઠકના અને વિધાનસભાની તમામ પાંચે પાંચ બેઠકના મળી ૧૦ ઉમેદવારોના નામ જાહેર કરવાના બાકી છે. ફોર્મ ભરવાની પ્રક્રિયા શરૂ થવા આડે આંગળીના વેઢે ગણાય તેટલા દિવસો બાકી છે. ત્યારે કોંગ્રેસમાં ઉમેદવારો જાહેર નહીં કરવા બાબતે ભાજપ એવા આક્ષેપ કરે છે કે કોંગ્રેસને ઉમેદવારો મળતા નથી અને બીજી બાજુ કોંગ્રેસ એવું કહે છે કે આ અમારી રણનીતિનો એક ભાગ છે.
લોકસભા માટે કોંગ્રેસને જે ૫ ઉમેદવારો જાહેર કરવાના બાકી છે તેમાં અમદાવાદ પશ્ચિમ રાજકોટ નવસારી સાબરકાંઠા અને મહેસાણા બેઠકનો સમાવેશ થાય છે. ભરૂચ અને ભાવનગર બેઠકના કોંગ્રેસના ઉમેદવારો જાહેર નહીં થાય, કારણ કે આ બંને બેઠકો સીટ શેરિંગના મામલે સમજૂતી થઈ હોવાથી આ બંને બેઠક પર આમ આદમી પાર્ટી પોતાના ઉમેદવાર ઉભા રાખશે અને કોંગ્રેસ ત્યાં હરીફાઈમાં રહેવાની નથી.
ભાજપે આ પાંચ બેઠકમાં જે ઉમેદવારો જાહેર કર્યા છે તેમાં અમદાવાદ પશ્ચિમમાં દિનેશભાઈ મકવાણા રાજકોટમાં પુરુષોત્તમભાઈ રૂપાલા નવસારીમાં સી.આર.પાટીલ સાબરકાંઠામાં શોભનાબેન મહેન્દ્રસિંહ બારૈયા અને મહેસાણામાં હરીશ પટેલના નામની જાહેરાત કરી છે ભાવનગરમાં ભાજપે નિમુબેન બાંભણિયાને અને ભરૂચમાં મનસુખભાઈ વસાવાને ટિકિટ આપી છે. આ બંને જગ્યાએ આમ આદમી પાર્ટી અને ભાજપ વચ્ચે જંગ ખેલાશે. વિધાનસભાની પાંચ બેઠકની પેટા ચૂંટણીની વાત કરીએ તો ભાજપે આ પાંચે પાંચ બેઠક પર પક્ષ પલટુઓને ટિકિટ આપી છે. પોરબંદરમાં અર્જુનભાઈ મોઢવાડિયા ખંભાતમાં ચિરાગભાઈ પટેલ માણાવદરમાં અરવિંદભાઈ લાડાણી વિજાપુરમાં ચતુરસિંહ જે ચાવડા અને વાઘોડિયામાં ગત ચૂંટણીમાં અપક્ષ ઉમેદવાર તરીકે વિજેતા બનેલા ધર્મેન્દ્રસિંહ વાઘેલાને ભાજપે મેદાનમાં ઉતાર્યા છે. કોંગ્રેસે આ પાંચ પૈકી એક પણ બેઠક પર હજુ સુધી પોતાના ઉમેદવારો જાહેર કર્યા નથી.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationધરપકડ વોરંટ બાદ નેતન્યાહુને વધુ એક મોટો ફટકો, હમાસે ગાઝામાં 15 ઈઝરાયલી સૈનિકોને માર્યા
November 22, 2024 05:50 PMઈઝરાયેલે ખાલિદ અબુ-દાકાને ઉતાર્યો મોતને ઘાટ, પેલેસ્ટાઈનના જેહાદ જૂથનો હતો કમાન્ડર
November 22, 2024 05:48 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech