15 વર્ષ જૂના વિદ્યાર્થીઓને પાસ થવાની છેલ્લી તક:સૌ.યુની.માં ફોર્મ ભરવાનું શરૂ

  • February 17, 2025 11:10 AM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

2010 કે ત્યાર પછી 2018 સુધીમાં સૌરાષ્ટ્ર યુનિવર્સિટીમાં અંડર ગ્રેજ્યુએટ અથવા તો પોસ્ટ ગ્રેજ્યુએટ અભ્યાસક્રમોના સેમેસ્ટરમાં રજીસ્ટ્રેશન કરાવ્યું હોય તેવા જૂના વિદ્યાર્થીઓને ડિગ્રી મેળવવાની છેલ્લી તક આપવામાં આવી છે. આ માટેના પરીક્ષાના ફોર્મ ઓનલાઈન ભરવાની પ્રક્રિયા શરૂ થઈ ગઈ છે અને તે આગામી તારીખ 28 સુધી ચાલુ રહેશે.

સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના સત્તાવાર સાધનોના જણાવ્યા મુજબ બીકોમ બી.એ માં સેમેસ્ટર 1 થી 6 મા અને એમએ એમકોમમાં સેમેસ્ટર એક થી ચારમાં 2010 થી 2018 દરમિયાન કોઈ વિષયમાં નાપાસ થયા હોય તો તેવા વિદ્યાર્થીઓને ડિગ્રી મળે તે માટે છેલ્લી તક છે. આગામી તારીખ 28 સુધી આ માટેના ફોર્મ સૌરાષ્ટ્ર યુનિવર્સિટીની વેબસાઈટ પર ઓનલાઇન કરી શકાશે.

આવા વિદ્યાર્થીઓની પરીક્ષા મોટા ભાગે તો રાજકોટ કેન્દ્રમાં જ લેવામાં આવશે અને ઓનલાઈન ફોર્મ ભર્યા પછી ડોક્યુમેન્ટ વેરિફિકેશન માટે સૌરાષ્ટ્ર યુનિવર્સિટી કેમ્પસ ખાતે ઓફિસ બિલ્ડિંગમાં ખાસ વ્યવસ્થા કરવામાં આવી છે. આવા વિદ્યાર્થીઓએ બારી નંબર ચારમાં રૂબરૂમાં આવીને ડોક્યુમેન્ટ વેરિફિકેશન કરાવવા પડશે.

ફોર્મની સંખ્યાના આધારે સેન્ટરોની સંખ્યા નક્કી કરવામાં આવશે. પરીક્ષાની તારીખો હજી જાહેર કરવામાં આવી નથી પરંતુ સૂત્રોના જણાવ્યા મુજબ માર્ચ મહિનામાં આ પરીક્ષા લેવામાં આવશે. બી એ બી કોમના વિદ્યાર્થીઓ માટે પરીક્ષા ફી રુ. 485 અને એમ એ એમ કોમ ના વિદ્યાર્થીઓ માટે પરીક્ષા ફી રૂપિયા 850 નક્કી કરવામાં આવી છે.

સૌરાષ્ટ્ર યુનિવર્સિટીએ થોડા સમય પહેલા એક્સ્ટર્નલ વિદ્યાર્થીઓની નોંધણી શરૂ કરી હતી પરંતુ તેમાં ખાસ સફળતા મળી નથી. હવે 2010 થી 2018 સુધીના એક્ટરનલ વિદ્યાર્થીઓની પરીક્ષા લેવા માટે આયોજન જાહેર કરવામાં આવ્યું છે. તેમાં કેટલી સંખ્યામાં વિદ્યાર્થીઓ નોંધાય છે તે જોવાનું રહે છે.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application