BREAKING NEWS

પોલીસ જોઈને ચોંકી ઉઠી... ચોખાના ભુસાની બોરીમાંથી નીકળી દારૂની 13944 બોટલ, ખોટી નંબર પ્લેટ લગાવી આઇસર રાજકોટ સુધી પહોંચી ગઈ

  • January 17, 2026 12:16 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

રાજકોટ શહેરમાં દારૂના દૂષણને નિસ્ત નાબૂદ કરવા પોલીસ કમિશનર દ્વારા મહત્વની બ્રાન્ચો તેમજ જુદાજુદા ઝોનની પોલીસને કાર્યવાહી કરવાના કરેલા દેશના પગલે ક્રાઈમ બ્રાન્ચના યુવા ડીસીપીની સુચનાથી ડીસીબી ટીમ વિસ્તાર પેટ્રોલિંગમાં નીકળી હતી તે દરમિયાન કુવાડવા ગામ નજીક ખોટી નંબર પ્લેટ લગાવેલી આઇસરમાં ચોખાના ભૂસાની બોરી નીચે છુપાવેલ ૧૩૯૪૪ બોટલ વિદેશી દારૂ બિયરના જથ્થા સાથે યુપીના આઇસર ચાલક ને ઝડપી લેતા અન્ય ત્રણ બુટલેગરના નામ ખુલતા શોધખોળ શરૂ કરી છે.

પોલીસ સૂત્રોમાંથી મળતી વિગતો મુજબ રાજકોટ શહેરના ક્રાઈમ બ્રાન્ચના યુવા ડીસીપી જગદીશ બાંગરવાની સુચના અને એસીપી બીબી બસીયાના માર્ગદર્શન હેઠળ પીઆઇ એમ આર ગોંડલીયાની રાહબરિમા પીએસઆઇ વી ડી ડોડીયા અને ટીમ વિસ્તાર પેટ્રોલિંગમાં નીકળ્યા હતા.

તે દરમિયાન દિલીપભાઈ બોરીચા, રાજેશભાઈ જળુ, વિશાલ દવેને મળેલ ચોક્કસ બાતમીના આધારે કુવાડવા ગામ નજીક ખોટી નંબર પ્લેટ લગાવેલ આઇસરને અટકાવી તલાસી લેતા તેમાં ચોખા ના ભુસા ની આડમાં છુપાવેલો 13944 બોટલ વિદેશી દારૂ બિયરનો જથ્થો કિંમત રૂપિયા 53 લાખ ૬૮ હજારનો મળી આવતા આઇસર ના ચાલક ઉત્તર પ્રદેશના ગજેજેશકુમાર રામાશય વર્મા 29 રહે સરીયા ગુલાબ ગામ તાલુકો બેલથરા રોડ ઉત્તર પ્રદેશ વાળા ની ધરપકડ કરી દારૂ આઇસર સહિત કુલ 63.83 લાખનો મુદ્દામાલ કબજે કર્યો હતો.

આ અંગેની કામગીરીમાં ક્રાઈમ બ્રાન્ચના પીઆઇ એમ.આર ગોંડલીયા, પીઆઇ મનોજ ડામોર, પીઆઇ સીએચ જાદવ, પીએસઆઇ વીડી ડોડીયા, હેડ કોન્સ્ટેબલ જયરાજસિંહ કોટીલા, દિલીપભાઈ બોરીચા રાજેશભાઈ જ્ળુ,દિગપાલસિંહ જાડેજા, અમિત અગ્રાવત, સંજય રૂપાપરા, અનુજ ડાંગર, વિશાલ દવે સહિતની ટીમ જોડાઈ હતી.


વલસાડ થી દારૂ સપ્લાય કરનાર બુટલેગર ત્રિપુટીની શોધખોળ

ક્રાઈમ બ્રાન્ચે કુવાડવા ગામ નજીક દારૂ બિયર સાથે નું આઇસર ઝડપી ચાલકની પૂછપરછ હાથ ધરતા આ દારૂ વલસાડ ના સંજય પટેલ કૌશિક પટેલ અને હાર્દિક પટેલ નામની ત્રિપુટી એ દારૂ સાથેનું આઇસર આપી ગયાની કબુલાત આપી હતી જેના મોબાઈલ નંબરના આધારે બુટલેગર ત્રિપુટી ની શોધખોળ હાથ ધરવામાં આવી છે.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application