BREAKING NEWS

જેતપુરમાં અનિલ ડાબલી અને ઠાકોરનો ૮.૪૭ લાખનો વિદેશી દારૂ ઝડપાયો: બુટલેગરો છનન

  • June 22, 2026 11:46 AM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)


જેતપુર શહેર તેમજ પંથકમાં પૂર્વ બાતમીને આધારે તાલુકા પોલીસ તેમજ આરઆર સેલની શહેરના ફલવાડી વિસ્તાર તેમજ ખીરસરા રોડ પર ગાલોરીયા નદીના પુલ પાસે બે જુદીજુદી રેડમાં અંગ્રેજી દાની કુલ ૩૨૭૨ બોટલો, એક કાર ત્રણ મોબાઈલ સાહિલ કુલ મુદ્દામાલ ૮,૪૭,૨૪૦ સાથે ત્રણ શખ્સોને ઝડપી લીધા હતાં. જેમાં ૬૫ થી વધુ પ્રોહીબિશનના ગુન્હામાં સંડોવાયેલ ડબલી ઉર્ફે અનિલનું નામ ખુલતા પોલીસે તેની શોધખોળ હાથ ધરી હતી.
રાજકોટ રેન્જ આઈજીની ટીમને શહેરના ફલવાડી વિસ્તારમાં એક કારમાં અંગ્રેજી દા ઉતરવાની બાતમી મળી હતી. જે બાતમીને આધારે પોલીસ વોચમાં હતી ત્યારે બાતમીવાળી કાર ત્યાં આવતા પોલીસે કારને તરત જ કોર્ડન કરી અંદર બેસેલ શખ્સોને બહાર નીકળવાનું કીધું. તેમજ કારની અંદર શું છે તે પૂછતાં અંગ્રેજી દા હોવાનું જણાવતા પોલીસે કારની ડેકીમાંથી ૧૨૦૦ નગં અંગ્રેજી દા કિંમત પિયા ૧૫૦૦૦૦ લાખ પિયા તેમજ બે મોબાઈલ સાથે બે શખ્સો વસીમ ઇકબાલ સોલંકી અને વિશેષ ભુપેશભાઈ પરમાર રહે બંને ફલવાડી જેતપુરની ધરપકડ કરી અંગ્રેજી દા અંગે પૂછતાં જણાવેલ કે, દા ડબલી ઉર્ફે અનિલ બારૈયાનો છે અમે તેઓ નવાગઢથી અહીં લઈ આવેલ છે.  જેથી પોલીસે ડબલી, વસીમ અને ભુપેશ સામે પ્રોહીબિશનનો ગુન્હો નોંધી ડબલીની શોધખોળ હાથ ધરી છે.
યારે બીજા બનાવમાં તાલુકા પોલીસને ખીરસરા રોડ પર ગાલોરીયા નદીના પુલ સામે સિમેન્ટ પ્રોડકટસના એક બધં કારખાનામાં અંગ્રેજી દા ઉતર્યેા હોવાની બાતમી મળતા ત્યાં રેડ કરતા એક શખ્સ ત્યાં રેતીમાં કઈક સંઘરતો હતો જે પોલીસને જોય જતા ત્યાંથી ભાગવા જતા પોલીસે દોડીને તેને પકડી લીધો હતો. અને રેતીમાં ફંફોરી તલાશી લેતા તેમાંથી અંગ્રેજી દા મળી આવતા પકડાયેલ શખ્સની પૂછપરછ કરતા હજુ દા બાવળની કાંટાની વાળમાં સંતોડયો હોવાનું જણાવતા પોલીસે ત્યાંથી પણ દા ઝડપી દાની કુલ ૨૦૭૨ બોટલ કિંમત પિયા ૩,૫૨,૨૪૦નો મુદ્દામાલ કબ્જે કરી પકડાયેલ શખ્સનું નામ પૂછતાં દિલીપ ઉર્ફે દિલો કાળુભાઈ વાળા જેતપુરના ભોજાધાર વિસ્તારમાં રહેતો હોવાનું જણાવેલ તેમજ પકડાયેલ દા રવિ ઉર્ફે ઠાકોર મેરામભાઈ મરતોલિયા સાથે ભાગમાં વેચતો હોવાનું જણાવતા પોલીસે બંને વિદ્ધ પ્રોહીબિશનનો ગુન્હો નોંધી રવિ ઉર્ફે ઠાકોરની શોધખોળ હાથ ધરી હતી.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application