કલ્યાણપુરના ગુરગઢ ગામે રૂપિયા દોઢ લાખ જેટલી કિંમતનો વિદેશી દારૂ ઝડપાયો: આરોપી ફરાર

  • June 24, 2021 11:37 AM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

દેવભૂમિ દ્વારકા જિલ્લાના કલ્યાણપુર પંથકના એલસીબી પોલીસ દ્વારા હાથ ધરવામાં આવેલા પેટ્રોલિંગ દરમિયાન ગત મોડી સાંજે સ્ટાફના દેવશીભાઇ ગોજીયા, ભરતભાઇ ચાવડા અને અરજણભાઈ મારુને મળેલી ચોક્કસ બાતમીના આધારે દરોડો પાડી, કલ્યાણપુર તાલુકાના હાલ રણજીતપુર ગામે રહેતા નગા સુમાતભાઈ ગોરીયા નામના આહીર શખ્સ દ્વારા પોતાના ગુરગઢ ગામે આવેલા રહેણાક મકાનમાં છૂપાવવામાં આવેલો રૂપિયા 1,43,600 ની કિંમતની 359 બોટલ વિદેશી દારૂનો જથ્થો પોલીસે કબજે કર્યો હતો.

આ કાર્યવાહી દરમિયાન આરોપી શખ્સ પોલીસને હાથ લાગ્યો ન હતો. જેથી પોલીસે પ્રોહીબીશન એક્ટ મુજબ ગુનો નોંધી, આગળની તપાસ કલ્યાણપુરના પી.એસ.આઈ. એફ.બી. ગગનીયા દ્વારા હાથ ધરવામાં આવી છે. વિદેશી દારૂન દરોડાની આ કાર્યવાહી એલ.સી.બી. પી.આઈ. જે.એમ. ચાવડાની રાહબરી હેઠળ પી.એસ.આઈ. એસ.વી. ગળચર તથા સ્ટાફ દ્વારા કરવામાં આવી હતી.


લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


કોરોના અંગેના મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  99251 12230  

View News On Application
RELATED NEWS
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)