બિલખા પોલીસે નવાગામ પાસે વીડી વિસ્તારમાં દરોડો પાડી ૬.૮૧ લાખની કિંમતની ૩૪૦૮ બોટલ વિદેશી દા ઝડપી લીધો હતો. દરોડા દરમ્યાન બુટલેગર હાથ આવ્યો ન હતો પોલીસે બુટલેગરને ઝડપી લેવા ચક્રો ગતિમાન કર્યા છે.આ અંગે વધુ વિગત મુજબ બિલખા પીઆઈ ચુડાસમા સહિતની ટીમને ઇન્દિરા નગર વિસ્તારમાં રહેતા રવિ બાબુ વેગડ દ્રારા ભલગામ નવાગામ પાસે વીડી વિસ્તારમાં દાની હેરાફેરી થતી હોવાની બાતમી મળી હતી. જેના આધારે પોલીસે દરોડો પાડતા અવાવ વિસ્તારમાં દરોઙો પાડતા સ્થળ પરથી ૬.૮૧ લાખની કિંમતનો ૩૪૦૮ બોટલ વિદેશી દા ઝડપાયો હતો. જોકે બુટલેગર રવિ હાથ આવ્યો ન હતો પોલીસે બુટલેગરને ઝડપી લેવા વધુ ચક્ર ગતિમાન કર્યા છે..