ખંભાળિયામાં વિદેશી દારૂ ઝડપાયો: આરોપી ફરાર

  • April 05, 2021 07:49 PM 

ખંભાળિયા શહેરમાં એક હોસ્પિટલ પાસેથી રાત્રીના સવા બાર વાગ્યે પોલીસ ચેકિંગ દરમિયાન રાજુ ગઢવી ઉર્ફે રાજોના જી.જે. 37 ઈ 9698 નંબરની મોટરસાયકલનું ચેકીંગ કરતાં પોલિસને રૂ. 1,600/- ની કિંમતની ચાર બોટલ વિદેશી દારૂ મળી આવી હતી. આથી પોલીસે રૂપિયા 35 હજારની કિંમતના સુઝુકી એક્સેસ મોટરસાયકલ મળી કુલ રૂપિયા 36,600 નો મુદ્દામાલ કબજે કર્યો હતો. જો કે આ દરોડા દરમિયાન આરોપી રાજુ ગઢવી ઉર્ફે રાજો પોલીસને હાથ ન લાગતા પોલીસે હાલ તેને ફરાર ગણી, પ્રોહીબીશન એક્ટ મુજબ આગળની તપાસ હાથ ધરી છે.


લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


કોરોના અંગેના મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  99251 12230  

View News On Application
RELATED NEWS